વોશિંગ્ટન,૨૦ ઓકટોબર,૨૦૨૨,ગુરુવાર 

બહ્નાંડના વિસ્તારને સમજવા માટે પ્રકાશ વર્ષને ગતિના એકમ તરીકે લેવામાં આવે છે પરંતુ વૈજ્ઞાનિકોએ એક મહા વિસ્ફોટના કારણે નિકળેલા પ્રકાશના કણને શોધ્યા છે. નવાઇની વાત તો એ છે કે આ વિસ્ફોટ ૧.૯ અબજ વર્ષ પહેલા થયો હતો.

બ્રહ્માંડમાં જે સ્થળે વિસ્ફોટ થયો એ સ્થળ પૃથ્વીથી એટલું દૂર છે કે પ્રકાશના કણોને પ્રવાસ કરીને પૃથ્વી સુધી પહોંચવામાં આટલા વર્ષો લાગ્યા છે.આના પરથી બ્રહ્નાંડની વિશાળતા કેટલી છે તેનો ખ્યાલ આવે છે. એનાથી પણ નવાઇની વાત તો એ છે કે વિસ્ફોટનું સ્થળ સ્પેસ સંશોધનના એંગલથી પૃથ્વીની નજીકનું ગણવામાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ફર્મિ ટેલિસ્કોપે અંદાજે ૧૦ કલાક સુધી આ વિસ્ફોટની તપાસ કરી હતી. મેરીલેંડ યુનિવર્સિટી અને વોશિંગ્ટન ડીસીની જર્યોજ વોશિંગ્ટન યુનિવર્સિટીના ડોકટરેટ સ્ટુડન્ટ બેંડન ઓ કોર્નરે જણાવ્યું હતું કે અસાધારણ લંબાઇ ધરાવતા ગામા કિરણ અત્યાર સુધીના સૌથી ચળકતા કિરણ છે.

આના પરથી લાગે છે કે  અબજો વર્ષ પહેલા થયેલો વિસ્ફોટ ખૂબ ચમકદાર અને નજીકમાં થયો હશે.આથી બ્લેકહોલના નિર્માણથી માંડીને ડાર્ક મેટર મોડેલના પ્રયોગો સુધી આ વિસ્ફોટ સુધીના કેટલાક પાયાના સવાલો સમજવાનો અવસર મળ્યો છે. વૈજ્ઞાનિકોને શકિતશાળી દૂરબીનમાં પ્રકાશના કણ ૯ ઓકટોબરના રોજ દેખાયા હતા.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3VOonRw