![]() |
| IMAGE: National Science Foundation |
કુદરત નિર્મિત દરેક સજીવ શ્વાસ-ઉચ્છવાસની પ્રક્રિયા કરે છે એ તો આપણે સૌ કોઈ જાણીએ છે. આપની આસપાસ રહેલા લગભગ દરેક સજીવને આપને શ્વસન પ્રક્રિયા કરતા જોયા હશે. આપણે સૌ જે પ્રાણવાયુ એટલે કે ઓક્સીજન શ્વાસમાં લઈએ છે તે વૃક્ષો દ્વારા છોડવામાં આવે છે એ પણ તમને ખબર જ છે પણ શું તમને એ ખબર છે કે એ વૃક્ષો પણ શ્વસન ક્રિયા કરે છે?? શું તમે ક્યારેય કોઈ છોડને કે એના કોઈ પર્ણને ક્યારેય શ્વાસ લેતા જોયું છે??? નથી જોયું ને?? તો હાલ જ જોઈ લો આ અદ્ભુત વિડીઓ જેમાં એક પર્ણ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની આપ-લે કરી રહ્યું છે. પૃથ્વીના ઈતિહાસમાં આવું નહીં જોયું હોય, માણસની જેમ જ વનસ્પતિનો શ્વાસ લેતો પ્રથમ વખત વીડિયો કૅપ્ચર કરાયો છે.
એક અકલ્પનીય વિડિઓ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા સાન ડિએગોના જીવવિજ્ઞાનીઓએ તેમના એક સંશોધન પ્રોજેક્ટ દરમિયાન છોડને રીઅલ-ટાઇમમાં શ્વાસ લેતા દર્શાવે છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, સેન ડીઆગોના જીવ વિજ્ઞાનીઓએ તેમના એક સંશોધન પ્રોજેક્ટ દરમિયાન કેપ્ચર કર્યોછે. આ સંશોધકોએ શોધ્યું કે કેવી રીતે છોડ તેમના સ્ટોમાટાનો ઉપયોગ કરે છે (લગભગ તમામ વનસ્પતિઓ પર જોવા મળતા નાના છિદ્રો ) હવા સાથે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની આપલે કરવા માટે. આ સંશોધનને નેશનલ સાયન્સ ફાઉન્ડેશન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું. આ વિડીઓ બનાવનાર વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે તેમના રીસર્ચ પ્રોજેક્ટની તે એક મુખ્ય સફળતા છે, જે આગામી સદીમાં વૈશ્વિક ખાદ્ય પુરવઠા પર અસર કરશે.
પૃથ્વીના ઈતિહાસમાં આવું નહીં જોયું હોય, માણસની જેમ જ વનસ્પતિનો શ્વાસ લેતો પ્રથમ વખત વીડિયો કૅપ્ચર કરાયો#Plant #Viral #Nature #Science pic.twitter.com/zBvOFCQqQY
— Gujarat Samachar (@gujratsamachar) December 21, 2022
જુલિયન સ્કોડર, મુખ્ય રિસર્ચરના જણાવ્યા મુજબ તેમને આશા છે કે આ પદ્ધતિનો ઉપયોગ કરવાથી ભવિષ્યમાં છોડના હવામાંથી પાણીના ઉપયોગની કાર્યક્ષમતા અને કાર્બન લેવાની પ્રક્રિયા સરળ બની શકશે. જો કે હાલ વાતાવરણમાં વધી રહેલ કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા જોતા તે હાલ જટિલ લાગે છે.
જો કે સંશોધકો હાલ તેમના તારણોને પાક સંવર્ધકો અને ખેડૂતો માટે વપરાશમાં લેવાતા સાધનોમાં પરિવર્તિત કરવાની કોશિશ કરી રહ્યા છે.
નેશનલ સાયન્સ ફાઉન્ડેશનના પ્રવક્તા જેરેડ ડેશોફે જણાવ્યું હતુંકે જ્યારે સ્ટૉમાટા ખુલ્લું હોય છે, ત્યારે છોડની અંદરનો ભાગ અન્ય તત્વોના સંપર્કમાં આવે છે, અને છોડ રહેલુ પાણી આસપાસની હવામાં શોષાઈ જાય છે, જે તેને સૂકવી શકે છે. તેથી, છોડે કાર્બન ડાયોક્સાઇડના સેવનને સંતુલિત કરવું જરૂરી બને છે જેથી પાણીની વરાળ બનીને ઉડી જાય નહિ આનો આધાર સ્ટૉમાટા કેટલા સમય સુધી ખુલ્લું રહે છે તેના પર પણ રહેલો છે.
કલાઈમેટમાં થઇ રહેલ બદલાવને કારણે હાલ વાતાવરણમાં જે રીતે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ અને તાપમાન સતત ઊંચું જઈ રહ્યું છે તેના કારણે છોડમાં કાર્બન ડાયોક્સાઇડના પ્રવેશ અને પાણીની વરાળ બનવાની પ્રક્રિયાને વચ્ચેનું સંતુલન ખોરવાયું છે તે સ્ટોમાટા પ્રક્રિયા દ્વારા નિયંત્રણમાં લાવી શકાશે તે હેતુથી પણ આ રીસર્ચ મહત્ત્વનું બની રહે છે.
જો ઘઉં, ચોખા અને મકાઈ જેવા પાક આ સંતુલન બનાવી શકતા નથી, તો તેના સુકાઈ જવાનું જોખમ વધારે રહેલું છે . આ શોધથી સંશોધકો તે સંકેતોને પહેલથી જ સ્ટોમાટા ખુલવાની જાણ કરી દેશે જેને લીધે છોડની કાર્બન ડાયોક્સાઇડ લેવાની અને અને તેમાં રહેલા પાણીને ગુમાવવાની ક્રિયા પર સંતુલન લાવી શકાશે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/V1pcsKC

0 Comments