નવી દિલ્હી, તા. 28 માર્ચ 2023 મંગળવાર

ચંદ્ર આપણી પૃથ્વીની સૌથી નજીક છે. વૈજ્ઞાનિક અમુક દાયકાઓથી ચંદ્ર પર જીવનની સંભાવના શોધી રહી રહ્યા છે. આ દરમિયાન એક નવી વાત સામે આવી છે. તાજેતરમાં જ એક રિસર્ચથી જાણવા મળ્યુ છે કે ચંદ્ર પર ફેલાયેલા કાચના નાના-નાના મોતીઓની અંદર પાણી હોઈ શકે છે. આ વાત માણસો માટે આગામી સમયમાં ચંદ્રને લઈને મહત્વપૂર્ણ શોધ થઈ શકે છે. આ કિંમતી સંસાધનના સંભવિત ભંડાર તરફ ઈશારો કરે છે. વૈજ્ઞાનિકો લાંબા સમયથી ચંદ્રને એક રણની જેમ માને છે. જોકે, છેલ્લા અમુક દાયકાઓમાં આવા ઘણા નિશાન મળ્યા છે. જેનાથી ચંદ્ર પર પાણી હોવાના પુરાવા મળે છે. 


ખનીજોની અંદર ફસાયેલુ છે પાણી

વૈજ્ઞાનિકોનું માનવુ છે કે ચંદ્રની સપાટી પર પાણી છે અને આ ખનીજોની અંદર ફસાયેલુ છે. ચીને વર્ષ 2020માં ચંદ્ર પર શોધ કરવા માટે મિશન લોન્ચ કર્યુ હતુ. આ મિશનનું નામ રોબોટિક ચાંગ-5 હતુ. આ દરમિયાન ચંદ્રની માટી સેમ્પલ તરીકે પૃથ્વી પર લાવવામાં આવી હતી. આની પર વૈજ્ઞાનિકોએ સોમવારે કહ્યુ કે આ માટીના સેમ્પલના વિશ્લેષણથી જાણ થાય છે કે કાચના આ ગોળા- પીગળેલા અને ઠંડા છે. આ ચંદ્રની સપાટી પર પોતાની અંદર પાણીના એટમ રાખે છે.

ચાઈનીઝ એકેડેમી ઓફ સાયન્સ ઈન્સ્ટિટ્યુટ ઓફ જિયોલોજી એન્ડ જિયોફિઝિક્સના વૈજ્ઞાનિક સેન હુ એ કહ્યુ કે ચંદ્ર પર સતત માઈક્રોમીટરોઈડ્સ અને મોટા ઉલ્કાપિંડ ટકરાય છે. આ દરમિયાન તેમના ટકરાવાથી હાઈ એનર્જી પેદા થાય છે. આ વોટર ગ્લાસને બનાવવામાં મદદ કરે છે. સોલર વિંડથી બનેલુ પાણી ચંદ્રના કાચના મોતીઓની સપાટી પર હાજર ઓક્સિજન સાથે સૌર હાઈડ્રોજનની પ્રતિક્રિયાથી ઉત્પન્ન થાય છે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/FPH8SUs