
- xur÷økúk{, ðkuxTMkyuÃk ÃkAe RLMxkøkúk{ yLku íÞkh ÃkAe VuMkçkwf yLku {uMkuLsh{kt Ãký [uLk÷ ykðe hne Au.
હજી હમણાં આપણે ટેકનોવર્લ્ડમાં વોટ્સએપમાં આવી રહેલાં ચેનલ્સ ફીચર વિશે વિગતવાર વાત કરી હતી. ત્યાં સમાચાર છે કે ઇન્સ્ટાગ્રામમાં આ જ પ્રકારનું ફીચર સમગ્ર વિશ્વમાં લોન્ચ કરવામાં આવી રહ્યું છે.
આ ફીચર વિશે સૌથી પહેલાં આ વર્ષે ફેબ્રુઆરીમાં જાહેરાત કરવામાં આવી હતી અને ત્યારથી તે વિવિધ તબક્કે, માત્ર અમુક પસંદગીના યૂઝર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સને ઓફર કરવામાં આવી રહ્યું હતું. હવે તે ઓપન કરી દેવામાં આવ્યું છે.
વોટ્સએપની જેમ, ઇન્સ્ટાગ્રામ પર પણ ચેનલ્સ વન-ટુ-મેની પ્રકારનું મેસેજિંગ ટૂલ્સ બનશે. એટલે કે આ ફીચરની મદદથી કન્ટેન્ટ ક્રિએટર્સ તેમને ફોલો કરતા યૂઝર્સને એક ક્લિકમાં મેસેજ મોકલી શકશે. આમ જુઓ તો ઇન્સ્ટાગ્રામની પોસ્ટ આ જ કામ કરે છે, પણ આપણે કોઈ વ્યક્તિ કે બ્રાન્ડને ઇન્સ્ટા પર ફોલો કરતા હોઈએ તો પણ તેમનું બધું કન્ટેન્ટ આપણને અચૂક દેખાય એવું બને નહીં, કેમ કે ઇન્સ્ટાગ્રામનું અલ્ગોરિધમ પોતાની રીતે પોસ્ટને આગળ-પાછળ કરતું હોય છે.
મોટા ભાગે એવી શક્યતા છે કે ચેનલ્સમાં કોઈ અલ્ગોરિધમનો અંતરાય રહેશે નહીં. આપણે જે ચેનલને ફોલો કરતા હોઈએ તેમાં પહોંચીને તેમાંનું બધું કન્ટેન્ટ જોઈ શકીએ. ફોલો ન કરતા લોકો પણ આ કન્ટેન્ટ જોઈ શકશે, માત્ર ફોલોઅર્સને નવા કન્ટેન્ટનું નોટિફિકેશન મળશે.
ચેનલમાં મેસેજ તરીકે ટેકસ્ટ, ફોટો, વીડિયો, વોઇસ નોટ વગેરે મોકલી શકાશે. એ જ રીતે ચેનલ્સમાં પોલ્સ પણ ક્રિએટ કરી શકાશે. મેટા કંપનીના સ્થાપક માર્ક ઝકરબર્ગે પોતે ઇન્સ્ટાગ્રામ પર મેટા ચેનલ શરૂ કરીને ઇન્સ્ટાગ્રામ પર બ્રોડકાસ્ટ ચેનલના નવા ફીચરની જાહેરાત કરી હતી. આવનારા સમયમાં એક ચેનલના ક્રિએટર પોતાની ચેનલમાં બીજા ક્રિએટર્સને કોલાબોરેટર તરીકે ઉમેરી શકે તેવું ફીચર પણ આવશે.
તમને ઇન્સ્ટાગ્રામમાં ચેનલ ફીચર મળી જાય પછી ઇન્સ્ટાગ્રામ ઇનબોક્સમાંથી ચેનલ શરૂ કરી શકાશે.
આ રીતે તમે તમારી બ્રોડકાસ્ટ ચેનલ શરૂ કરીને તેમાં પહેલો મેસેજ પોસ્ટ કરો એ સાથે તમારા તમામ ફોલોઅર્સને ચેનલ વિશે જાણ કરવામાં આવશે અને તેમાં જોડાવાનું સૂચન કરવામાં આવશે. એ સિવાય ચેનલના ક્રિએટર્સ ચેનલમાં જોડાવા માટેની ઇન્વિટેશન લિંક બનાવીને એ લિંક કોઈ પણ રીતે લોકોને શેર કરી શકશે. આ લિંક આપણે ઇચ્છીએ ત્યારે બંધ પણ કરી શકીશું. જોકે આ વન-વે કમ્યુનિકેશન છે આથી ચેનલમાં જોડાયેલા લોકો ચેનલમાંના કન્ટેન્ટ પર રીએકશન આપી શકશે તથા પોલમાં વોટ આપી શકશે, પરંતુ ચેનલના એડમિન કે ક્રિએટરને વળતો મેસેજ મોકલી શકશે નહીં. ઇન્સ્ટાગ્રામ પર પેઇડ ચેનલ શરૂ કરવાનો વિકલ્પ પણ છે.
વોટ્સએપ, ઇન્સ્ટા પછી ફેસબુક અને મેસેન્જરમાં પણ ચેનલ્સ આવી રહી છે!
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/gokjCWi
0 Comments