Image Source : NASA
નવી દિલ્હી,તા. 2 જૂન 2023, શુક્રવાર
દેશમાં વસ્તીવધારો જેમ જેમ થતો જાય છે તેમ તેમ પૃથ્વી પર ખેતી માટે જમીન ઓછી થતી જાય છે. હાલમાં જ યુનિવર્સિટી ઓફ કોલોરાડો બોલ્ડરનો એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, દુનિયાભરમાં ખેતરો કેવી રીતે ઝડપથી ખતમ થઈ રહ્યાં છે. કદાચ આ જ કારણ છે કે, વિશ્વના કેટલાક મોટા દેશોના વૈજ્ઞાનિકો અંતરિક્ષમાં ખેતી તરફ વળ્યા છે.
અવકાશના વાતાવરણ અને પૃથ્વીના વાતાવરણમાં ઘણો તફાવત છે, પરંતુ તેમ છતાં ત્યાં ખેતી કરવામાં આવી રહી છે. વાસ્તવમાં, અવકાશમાં મોકલવામાં આવેલા બીજ માઇક્રોગ્રેવિટીમાં રહે છે અને ત્યાં તેઓ મોટા પાયે કોસ્મિક કિરણોના સંપર્કમાં આવે છે, આ પ્રક્રિયા છોડના વિકાસ અને રૂપાંતરને મોટા પ્રમાણમાં વેગ આપે છે. આ પ્રક્રિયાને સ્પેસ મ્યુટાજેનેસિસ કહેવામાં આવે છે. જેના કારણે છોડ કોઈપણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે.
ચીન અનેક પાક ઉગાડી રહ્યું છે
ચીન અવકાશમાં અનેક પ્રકારના પાક ઉગાડી રહ્યું છે. તેમાં લ્યુઆન 502 ઘઉંનો સમાવેશ થાય છે. આ ઘઉંના બીજ હવે અવકાશમાંથી લાવવામાં આવી રહ્યા છે અને ચીનની જમીન પર પણ ઉગાડવામાં આવી રહ્યા છે અને લોકોમાં તેની ઘણી માંગ છે. એ જ રીતે, ચીની વૈજ્ઞાનિકો પણ અવકાશમાં સ્પેસ બ્રીડના ચોખા, મકાઈ, સોયાબીન, આલ્ફલ્ફા, તલ, કપાસ, તરબૂચ, ટામેટા, મીઠી મરી અને અન્ય ઘણી શાકભાજી ઉગાડી રહ્યા છે.
અમેરિકાએ મૂળો ઉગાડ્યો
સ્પેસ ટેક્નોલોજીમાં અમેરિકા ચીન કરતાં આગળ છે. આ જ કારણ છે કે, અમેરિકાની સ્પેસ એજન્સી નાસા પણ અવકાશમાં અનેક પ્રકારના પાક ઉગાડી રહી છે. તાજેતરમાં, નાસાએ એક વિડિયો શેર કરતાં જણાવ્યું હતું કે, તેણે વિશ્વમાં પ્રથમ વખત અવકાશમાં મૂળો ઉગાડ્યો છે. આ મૂળો 27 દિવસમાં તૈયાર થઈ ગયો હતો અને તેનો રંગ સામાન્ય મૂળાની સરખામણીમાં સફેદ નહિ પણ આછો જાંબલી હતો. આ પહેલા નાસાએ અંતરિક્ષમાં ઘઉં અને વિવિધ પ્રકારના શાકભાજી પણ ઉગાડ્યા છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/h41IVDO
0 Comments