![]() |
| Image Envato |
તા. 5 જૂન 2023, સોમવાર
અત્યારે ઉનાળો બરોબર જામ્યો છે અને ગરમીથી રાહત મેળવવા માટે મોટાભાગના લોકો એસીનો (AC ) સહારો લઈ રહ્યા છે. પરંતુ અતિશય ગરમીના કારણે એસીમાં આગ લાગવાની ઘટનાઓ પણ બનતી હોય છે. જેમા બ્લાસ્ટ પણ થઈ શકે છે. તાજેતરમાં અમેરિકાના એક ઘરના એસીમાંથી બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. અને એસીમાં થયેલા આ બ્લાસ્ટના કારણે ત્યા 29 લોકોના મોત થયા હતા. અને 200 મિલિયન ડોલરનું નુકસાન થયુ હતું. જેના કારણે લોકોમાં ચિંતા ફેલાઈ છે.
એસીમાં કઈ રીતે બ્લાસ્ટ થઈ શકે છે અને શા કારણે આગ લાગવાનું જોખમ વધી જાય છે.
આ સમાચાર જાણી તમે વિચારતા હશો કે શું એસીમાં કેવી રીતે બ્લાસ્ટ થઈ શકે ? પરંતુ હા આ વાત સાચી છે. એક નાની અમથી ભૂલના કારણે ભારે નુકસાન થઈ શકે છે. આવો જાણીએ કે એસીમાં કઈ રીતે બ્લાસ્ટ થયો હતો અને કેમ આગ લાગવાનું જોખમ વધી જાય છે.
એસીમાં બ્લાસ્ટ થવાનું સૌથી મોટુ અને મુખ્ય કારણ
એર કંડીશનરમાં આગ લાગવાનું મુખ્ય કારણ રેગ્યુલર સર્વિસ ન કરાવવાથી આવી ઘટના બની શકે છે. રેગ્યુલર સર્વિસ ન કરાવવાથી તેમા ધુળ જામી જાય છે. અને તેના કારણે AC વધારે હીટ પકડી લે છે. એસી વધારે પડતુ ગરમ થવાના કારણે આવા ઈશ્યુ ઊભા થતા હોય છે અને તેમા આગ લાગવાનું જોખમ વધી જાય છે.
એસીની આસપાસ ન રાખશો ફ્લેમેટલ મટેરિયલ
એર કંડીશનરની પાસે કાગળ, પાંદડા અને ભંગારની વસ્તુઓનો ખડકલો કરવો આગ લાગવાની સંભાવના વધારી દે છે. તેનું કારણ છે કે એસીનો ચાલુ કરતા તેની પાછળ ગરમ હવા નીકળે છે. અને આ હવા કાગળ, પાંદડા અને ભંગારના સામાન પર આગ લગાવી શકે છે.
એસીમાં ક્યારેય નકલી પાર્ટસનો ઉપયોગ કરવો જોઈએ નહી
એર કંડીશનરમાં કોઈ નવો પાર્ટસ નાખવાનો થાય તો પહેલા એ તપાસ કરી લો કે તેમા ભૂલથી પણ કોઈ નકલી પાર્ટસ નાખવામાં ન આવે. અને તેમ છતા જો આ રીતે નકલી પાર્ટસ નાખવામાં આવશે તો આવી દુર્ઘટના બનવાનું કારણ બની શકે છે. જેના પરિણામે એર કંડીશનર ધીમે ધીમે ખરાબ થઈ જાય છે અને છેલ્લે તે બંધ થઈ જાય છે.
એસીમાં આગ લાગતાં પહેલા આ રીતે બચી શકાય છે
સમયસર એસીની સર્વિસ કરાવો
એર કંડીશનરની પ્રોપર રીતે સફાઈ કરાવી તેની સમય સમય પર સર્વિસ કરાવવી જોઈએ. અને જો તેની સમયસર સર્વિસ નહી કરાવો તો તેના એર વેન્ટ્સ, ફિલ્ટર્સ, કોઈલ અને ફેનમાં ગંદકી અને ધૂળની રજકણો જામી જશે. આ જમા થયેલી ધુળ અને ગંદકી સામાન્ય રીતે એસીમાથી આવતી હવાને અવરોધ ઊભો કરે છે. જેના કારણે એસીની કાર્યક્ષમતા પર અસર થાય છે. અને તેમા આગ લાગવાનું જોખમ વધી જાય છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/v9XSuhw

0 Comments