
- ઇલોન મસ્ક અને માર્ક ઝકરબર્ગ 'કેજ ફાઇટ' કરે ત્યારે ખરા, અત્યારે બંનેની એપ જબરજસ્ત રીતે ટકરાઈ છે
સત્તર વર્ષ પહેલાં,૨૦૦૬ના જુલાઈ મહિનામાં ટ્વીટર સર્વિસ લોન્ચ થઈ તેનાં બે-અઢી વર્ષ પહેલાં ફેસબુક લોન્ચ થઈ ગઈ હતી અને સોશિયલ મીડિયાનો યુગ શરૂ થઈ ગયો હતો. ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગનું સપનું દુનિયાભરના ફ્રેન્ડ્સને ડિજિટલ વર્લ્ડમાં એકમેકની નજીક લાવવાનું હતું - સૌ ડિજિટલી એકમેકના સંપર્કમાં રહે, જુદા જુદા મુદ્દાની ચર્ચા કરે, ફોટોઝ-વીડિયો શેર કરે, ગેમ્સ રમે...
જ્યારે ટ્વીટરના સ્થાપક જેક ડોર્સીનો આઇડિયા જુદો હતો. એમના મનમાં મોબાઇલમાંના એસએમએસ જેવી કોઈ સોશિયલ સર્વિસ ઊભી કરવાનો વિચાર રમતો હતો. એ સમયે એસએમએસ બે વ્યક્તિ વચ્ચેનું ચેટિંગ હતા, જ્યારે ટ્વીટર એક સાથે અનેક લોકો સાથે ચેટિંગ શક્ય બનાવતી હતી. એટલે જ શરૂઆતમાં ટ્વીટર પર ફક્ત ૧૪૦ કેરેક્ટર્સમાં ટ્વીટ કરવાની મર્યાદા હતી. એ સમયે લોકપ્રિય બ્લોગનું આ તદ્દન માઇક્રો સ્વરૂપ હતું, જે લોકોને ગમ્યું!
એ કારણે ફેસબુક અને ટ્વીટરને અલગ ઓડિયન્સ મળ્યું. ફેસબુકે સોશિયલ મીડિયા પરની પોતાની ધાક વધુ વિસ્તારવા ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવી એપ ખરીદી. એ પછી હમણાં ટ્વીટરમાં ઇલોન મસ્કના આગમન સાથે ટ્વીટરની સ્થિતિ ડામાડોળ થતાં મેટા કંપનીએ, ટ્વીટર સામે થ્રેડ્સનું બ્રહ્માસ્ત્ર ઉગામ્યું છે. યંગ જનરેશનમાં હિટ ઇન્સ્ટાગ્રામ સાથે કનેક્ટેડ થ્રેડ્સ ટ્વીટરને મરણતોલ ફટકો મારી શકશે? સમય અને તમે જ જવાબ આપી શકશો!

- થ્રેડ્સ, ઇન્સ્ટા, ટ્વીટરને સરખાવી જોઈએ
રેડિયો સર્વિસને પાંચ કરોડ યૂઝર્સ સુધી પહોંચતાં પૂરાં ૩૮ વર્ષ લાગ્યાં હતાં. ગયા અઠવાડિયે મેટા કંપનીએ ‘થ્રેડ્સ’ એપ લોન્ચ કરી ત્યારે તેને પહેલા દિવસે સાત કરોડ યૂઝર્સ મળી ગયાનો દાવો છે! કારણ એ જ કે થ્રેડ્સ ઇન્સ્ટાગ્રામ પર ‘પીગીરાઇડ’ કરીને આવી છે.
અત્યાર સુધી સોશિયલ મીડિયામાં અલગ અલગ કંપનીઓએ અલગ અલગ ઓડિયન્સ પર ફોકસ કરીને પોતાપોતાની અલગ દુનિયા ઊભી કરી હતી. તેમની વચ્ચે સ્પર્ધા ખરી, પણ મોટા ભાગે તેમના યૂઝર્સ ઓવરલેપ થાય. એટલે કે એક વ્યક્તિ ફેસબુક પણ વાપરે, ઇન્સ્ટાગ્રામ પણ વાપરે અને ટ્વીટર પણ વાપરે. હવે લગભગ પહેલી વાર એવું થયું છે કે લગભગ એક સરખી બે સર્વિસ આમને-સામને આવી છે. થ્રેડ્સ ઇન્સ્ટાગ્રામ કનેક્ટેડ હોવાથી તેને શરૂઆતમાં જ જબરો પુશ મળી ગયો છે. યૂઝની દૃષ્ટિએ ઇન્સ્ટાગ્રામ અને થ્રેડ્સ ખાસ્સાં અલગ છે, પણ થ્રેડ્સ અને ટ્વીટર લગભગ સરખાં છે. તમે થ્રેડ્સમાં જોડાયા હશો તો એક શબ્દ તરફ તમારું ધ્યાન ખેંચાયું હશે - ફેડીવર્સ! એ વિશે પછી વાત કરશું, અત્યારે ફક્ત સરખામણી કરીએ.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/E49binC
0 Comments