
Image Source: Freepik
અમદાવાદ, તા. 29 જુલાઈ 2023 શનિવાર
માર્કેટમાં 200 મેગાપિક્સલ સુધીના કેમેરા ધરાવતા સ્માર્ટફોન લોન્ચ થઈ ચૂક્યા છે. ઘણા DSLR પણ હાજર છે જે નાની વસ્તુનો ફોટો ડિટેલિંગની સાથે કેપ્ચર કરવામાં સક્ષમ હોય છે. આ તો થઈ ડિવાઈસની વાત પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ માનવીની આંખમાં કેટલા મેગાપિક્સલનો કેમેરા હોય છે. જોકે, હ્યૂમનુ આઈમાં કોઈ કેમેરા હોતો નથી પરંતુ એક હ્યૂમન આઈ આટલુ ક્લિયર કેવી રીતે જોઈ શકે છે તેની તુલના કેટલા મેગાપિક્સલ કેમેરા સાથે કરવામાં આવી શકે છે તે જાણવા જેવુ છે.
576 મેગાપિક્સલનો કેમેરા
એક રિપોર્ટ અનુસાર સાયન્ટિસ્ટ અને ફોટો ગ્રાફર ડોક્ટર રોજર ક્લાર્કે હ્યૂમન આઈનું રેજોલ્યૂશન 576 મેગાપિક્સલ જણાવ્યુ છે. આનો અર્થ એ છે કે એક હ્યૂમન આઈ આટલા મેગાપિક્સલ સુધી ક્લિયર જોઈ શકે છે. જોકે, સંશોધનકર્તાઓનું કહેવુ છે કે કોઈ પણ માનવીની આંખની ફોનના કેમેરા સાથે તુલના કરી શકાય નહીં. આ બંને અલગ-અલગ બાબત છે.
આંખ ઓબ્જેક્ટ ઓળખવાનું કામ કરે છે
કેમેરા ઓવરઓલ કેપ્ચર પર ધ્યાન આપે છે પરંતુ આંખ ઓબ્જેક્ટ ઓળખવામાં મદદ કરે છે. જે ફોટો આપણે ફોન પર કે પીસી પર જોઈએ છીએ તેને બિલ્ડિંગ બ્લોકથી બનાવાયો છે. આ ફોટાનું સૌથી નાનુ યુનિટ હોય છે. દરમિયાન એક સારા ફોટામાં વધુથી વધુ પિક્સલ હોવા જોઈએ. જેટલા વધુ પિક્સલ હાજર હોય છે ફોટો એટલો જ ક્લિયર આવે છે. જ્યારે આંખ એક પૂરી સીનરીને જોવે છે અને તેમાં કોઈ પિક્સલ હોતા નથી.
આંખનું કાર્ય જુદુ છે
જે રીતે ડિજિટલ કેમેરા કામ કરે છે. તે રીતે આંખ કરતી નથી. આંખની કાર્ય કરવાની રીત અલગ હોય છે. પાવર અને મશીનરી મેકેનિઝમ પર કામ કરનાર કેમેરા કોઈ પણ ફોટાને ઝૂમ કરીને જોઈ શકાય છે. આંખમાં નર્વ સિસ્ટમ અને રેટીના હોય છે. આના દ્વારા વ્યક્તિ કોઈ ઓબ્જેક્ટને ઓળખી શકે છે. આ એક ખાસ સિસ્ટમથી ઓબ્જેક્ટને ઓળખવામાં મદદ કરે છે. જ્યારે ડિજિટલ કેમેરા પાવર અને મશીનરી મેકેનિઝમ પર કામ કરે છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/GC3x6IW
0 Comments