![]() |
| Image:Pixabay |
નવા પ્રતિબંધો અને વિચિત્ર નિર્ણયોને કારણે ટ્વિટર સતત તેની લોકપ્રિયતા ગુમાવી રહ્યું છે. હવે સ્થિતિ એવી છે કે લોકપ્રિય સોશ્યલ મીડિયા સાઇટ્સની લિસ્ટમાં ટ્વિટર 14માં નંબરે પહોંચી ગયું છે. ટ્વિટરના વિશ્વભરમાં 556 મિલિયન માસિક એક્ટિવ યુઝર્સ છે, પરંતુ હવે યુઝર્સ તેનો વિકલ્પ શોધી રહ્યા છે. સૌથી વધુ ઉપયોગમાં લેવાતી સોશ્યલ મીડિયા સાઇટની લિસ્ટમાં ફેસબુક ટોપ પર છે. વિશ્વભરમાં 2958 મિલિયનથી વધુ લોકો ફેસબુકનો ઉપયોગ કરે છે.
લોકપ્રિય સોશ્યલ મીડિયા સાઇટમાં ટ્વિટર 14માં નંબરે
જર્મન ઓનલાઈન ડેટા એકત્રીકરણ અને વિઝ્યુલાઇઝેશન પ્લેટફોર્મ સ્ટેટિસ્ટા દ્વારા જાન્યુઆરી 2023 સુધીમાં વિશ્વભરમાં સૌથી વધુ લોકપ્રિય સોશ્યલ નેટવર્ક, માસિક એક્ટિવ યુઝર્સની સંખ્યાના આધારે ટ્વિટરને 14મી સૌથી લોકપ્રિય સોશ્યલ મીડિયા સાઇટ તરીકે સ્થાન આપે છે. આ લિસ્ટમાં ટેલિગ્રામ અને સ્નેપચેટ પછી ટ્વિટરનો નંબર આવ્યો છે. જ્યારે આ લિસ્ટમાં ફેસબુક પ્રથમ અને યુટ્યુબ બીજા ક્રમે છે.
લોકપ્રિય સોશ્યલ મીડિયા સાઇટ્સમાં મેટાએ મારી બાજી
સ્ટેટિસ્ટા દ્વારા જાન્યુઆરી 2023 સુધીમાં વિશ્વભરમાં સૌથી વધુ લોકપ્રિય સોશ્યલ નેટવર્ક, મેટાના ત્રણેય પ્લેટફોર્મ માસિક એક્ટિવ યુઝર્સની સંખ્યાના આધારે ટોપ-4માં છે. બીજા નંબરના યુટ્યુબને બાદ કરતાં, અન્ય તમામ મોટી સોશ્યલ મીડિયા સાઇટ્સ પર મેટાનો કબજો છે. લિસ્ટ અનુસાર, વિશ્વભરમાં વોટ્સ એપ અને ઇન્સ્ટાગ્રામના 200 મિલિયનથી વધુ માસિક એક્ટિવ યુઝર્સ છે.
સોશ્યલ મીડિયા સાઇટ્સ માસિક એક્ટિવ યુઝર્સ
- ફેસબુક - 295.8 મિલિયન
- યુટ્યુબ - 251.4 મિલિયન
- વોટ્સએપ - 200 કરોડ
- ઇન્સ્ટાગ્રામ - 200 કરોડ
- વી ચેટ - 130.9 મિલિયન
- ટિકટોક - 105.1 કરોડ
- ફેસબુક મેસેન્જર - 931 મિલિયન
- ડોયિન - 715 મિલિયન
- ટેલિગ્રામ - 70 કરોડ
- સ્નેપ ચેટ - 635 મિલિયન
- Kuaishou - 626 મિલિયન
- સિના વીબો - 584 મિલિયન
- QQ - 57.4 કરોડ
- ટ્વિટર - 556 મિલિયન
- પિનટેરેસ્ટ - 445 મિલિયન
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/tJUVNXH

0 Comments