Gujarat first space lab: અમદાવાદમાં ગુરુવારે કલામ સારાભાઇ સ્પેસ ઇનોવેશન લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જે ગુજરાતની પ્રથમ સ્પેસ ઇનોવેશન લેબ છે. જ્યાં વિધાર્થીઓ અને ઈનોવેટર્સ સ્પેસ સાયન્સ પર રિસર્ચ કરીને સ્પેસ ક્ષેત્રે આગળ વધી શકશે.  આ સ્પેસ ઇનોવેશન લેબને વ્યોમિકા સ્પેસ એકેડમીને સ્પાર્ક સ્કિલ્સ ડેવલોપમેન્ટ ઇન્સ્ટીટયુટ દ્વારા મદદ કરવામાં આવશે.  

ડૉ. નિલેશ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું ઉદ્ઘાટન

ગુજરાતની સૌપ્રથમ 'કલમ સારાભાઈ સ્પેસ ઈનોવેશન લેબ'નું ઉદ્ઘાટન સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC), અમદાવાદના ડાયરેક્ટર ડૉ. નિલેશ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. જે દરમ્યાન નિલેશ દેસાઈએ ઉપસ્થિત બાળકો સાથે ચર્ચા કરી હતી અને અવકાશ ક્ષેત્રની મહત્વની માહિતી શેર કરી હતી. 

બાળકોથી લઈને યુવાનો મેળવશે જ્ઞાન 

આ લેબમાં ટેલિસ્કોપ, ડ્રોન અને રોબોટ્સના વર્કિંગ મોડલ રાખવામાં આવ્યા છે. સ્પેસ ઈનોવેશન લેબના માધ્યમથી બીજા ધોરણના બાળકોથી લઈને યુવાનોને ઈસરોના વૈજ્ઞાનિકો દ્વારા ખગોળશાસ્ત્ર, રોબોટિક્સ, રોકેટ અને એરોનોટિક્સ વિશે તેમની રુચિ મુજબ જ્ઞાન આપવામાં આવશે.

સ્પેસ ક્ષેત્રે ભવિષ્ય બનાવવામાં મદદરૂપ 

કલામ સારાભાઈ સ્પેસ ઈનોવેશન લેબના કો-ફાઉન્ડર ફેનિલ શાહે જણાવ્યું હતું કે, 'એપ્લીકેશન દ્વારા રજીસ્ટ્રેશન કરાવીને બાળકોને એક બેચ ઉપલબ્ધ કરાવવામાં આવશે અને તેમને ખગોળશાસ્ત્ર, રોબોટિક્સ, રોકેટ અને એરોનોટિક્સ સાયન્સ વિશે માહિતી આપવામાં આવશે, જેથી બાળકો અવકાશ વિજ્ઞાન વિશે માહિતી મેળવી શકે છે. જે તેમને  અવકાશની દુનિયામાં ભવિષ્ય બનાવવામાં મદદરૂપ બનશે. 

<="" p="">



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/5r4q93o