
અમદાવાદ, તા. 10 જાન્યુઆરી 2024, બુધવાર
હાલના સમયમાં મોટા ભાગના ઘરોમાં ઈલેક્ટ્રીક ગિઝરનો ઉપયોગ કરવામાં આવે છે. આ ગિઝરના જેટલા ફાયદા છે એટલું જ નુકશાન પણ છે. તમારી નાની ભૂલના કારણે તમારો જીવ જોખમમાં મુકાઈ શકે છે. મોટાભાગે લોકો ગિઝર ચાલુ રાખીને જ નહાવાનું ચાલુ કરી દે છે. પરંતુ તમારી આ ભૂલ ક્યારેક જીવલેણ સાબિત થઈ શકે છે. તમારી આ ભૂલથી તમને કેટલું નુકશાન થઈ શકે તેનો તમે અંદાજો પણ ન લગાવી શકો. જો તમે પણ ગિઝરનો ઉપયોગ કરતા હોય તો આ ભૂલ કરવાથી બચવું.
ગિઝર ચાલુ રાખવું ભારે પડી શકે છે
ગિઝરને ચાલુ છોડી દેવામાં આવે તો તે ગરમ થઈ જાય છે અને તેના કારણે તે ફાટી શકે છે. જો તમે નહાતી વખતે ગિઝર ઓન રાખો છો તો તેનું પ્રેશર બોયલર પર પડે છે. તેનાથી ગિઝરમાં લીકેજની સમસ્યા થઈ શકે છે. ગિઝર પર પ્રેશર વધવાથી તે બ્લાસ્ટ પણ થઈ શકે છે. બોયલર લીક થવાથી તારમાં કરંટ આવી જાય છે જેના કારણે તમારો જીવ પણ જઈ શકે છે. બીજી તરફ જો તમારા ગિઝરનો વાયર કોપરનો ન હોય તો પણ તે બ્લાસ્ટનું કારણ બની શકે છે.
ગિઝર ફાટવાના આ પણ કારણો છે
- આજકાલ લગભગ તમામ ગિઝરમાં ઓટોમેટિક હીટ સેન્સર હોય છે. આવી સ્થિતિમાં જો આ ઓટોમેટિક સેન્સર કામ કરવાનું બંધ કરી દે તો ગિઝર ફાટવાની શક્યતા વધી શકે છે.
- જો તમારા ગિઝરમાં લગાવેલ કોઈલ વધારે ગરમ થઈ જાય તો શોર્ટ સર્કિટની શક્યતા વધી જાય છે.
- ગિઝરમાં ઈલેક્ટ્રિક વાયરનો ઉપયોગ થાય છે. જો ગિઝરનું ફીટીંગ યોગ્ય ન હોય અથવા ગીઝર ખરાબ થઈ જાય તો નહાતી વખતે તમને ઈલેક્ટ્રિક શોક લાગી શકે છે.
ગિઝર બ્લાસ્ટ ન થાય તેના માટે આ સાવધાની રાખવી
- ગિઝરને એક અનુભવી ઈલેક્ટ્રિશિયન પર જ લગાડાવવું અને તેનું રિપેરિંગ કરાવવું.
- ગિઝરનું સમયાંતરે તપાસ અને મેન્ટેનેંસ કરાવતા રહેવું.
- ગિઝરને હંમેશા યોગ્ય રીતે વેન્ટિલેટેડ જગ્યા પર જ રાખવું.
- ગિઝરને નહાતી વખતે ચાલુ રાખવું.
- ગિઝરમાં પાણીનું લેવલ હંમેશા ઓછામાં ઓછું 1/3 હોવું જોઈએ.
- ગિઝરમાં પાણીને ખૂબ વધારે ગરમ ન કરવું.
નહાતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું
- ભીના હાથથી કોઈ પણ વાયરને ક્યારેય સ્પર્શ ન કરવો જોઈએ તેથી ભીના હાથથી ગિઝરને સ્પર્શ કરવાનું ટાળવું. તેમાં કરંટ લાગવાનું જોખમ રહેલું છે.
- ગિઝરને વારંવાર ઓફ અને ઓન ન કરવું. નહાવા પહેલા ગિઝરનું બટન બંધ છે કે નહીં તે જરૂર ચેક કરવું.
- સામાન્ય રીતે લોકોને આદત હોય છે કે, ઘરમાં કોઈ પણ મશીનની ઉપર કોઈ પણ સામાન મૂકી દે છે. પરંતુ ગિઝર ઉપર કોઈ પણ ભારે સામાન ન મૂકવો. તેનાથી નુકશાન થઈ શકે છે.
- ગિઝરની નજીક આગ ન લગાવવી. ગિઝર ઝડપથી આગ પકડી લે છે જેના કારણે મોટી દુર્ઘટના ઘટી શકે છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/hmtRq6Z
0 Comments