
નવી દિલ્હી, તા. 30 જુલાઈ 2022 શનિવાર
તમને તમારી જન્મ તારીખ વિશે ખબર હશે, પોતાના પિતાની જન્મ તારીખ ખબર હશે અને કદાચ પોતાના દાદાની પણ ખબર હશે, એ પણ સંભવ છે કે તમારા પૂર્વજ, ફેમિલી ટ્રી બનાવવામાં વિશ્વાસ રાખતા હોય તો તમને તમારા 7-8 પૂર્વજોની જન્મ તારીખ ખબર હોય. પરંતુ શુ તમને પૃથ્વીની જન્મતારીખ ખબર છે? શુ તમે ક્યારેય વિચાર્યુ કે પૃથ્વીનો બર્થ ડે ક્યારે હોય છે, તે કેટલા વર્ષ પહેલા બની હતી. આમ તો વૈજ્ઞાનિકોએ પૃથ્વીની ઉંમર વિશે ઘણુ સંશોધન કર્યુ છે પરંતુ કરોડો વર્ષ બાદના લોકોને એ કેવી રીતે ખબર પડે કે પૃથ્વી ક્યારે બની હતી?
રિપોર્ટ અનુસાર ધરતીની સાચી ઉંમરની જાણકારી ઘણી સદીઓથી લોકો લગાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સૌથી પોપ્યુલર થિયરી અનુસાર પૃથ્વીની ઉંમર 450 કરોડ વર્ષ છે જેમાં 5 કરોડ વર્ષ ઉપર નીચે માનવામાં આવે છે. વર્ષ 1950ના સમયમાં એ અંદાજે પહોંચી ગયા જે બાદથી આને જ પૃથ્વીની સાચી ઉંમર માનવામાં આવે છે. આટલા કરોડ વર્ષ બાદ કેવી રીતે પૃથ્વીની ઉંમરનો અંદાજો લગાવવામાં આવ્યો.
અમુક વૈજ્ઞાનિકોએ પોતાના અનુસાર લગાવ્યા હતા અંદાજ
રિપોર્ટ અનુસાર ગ્રીક દર્શનશાસ્ત્રી અરસ્તૂ અંદાજ લગાવ્યો હતો કે સમય ના આદિ છે અને ના અંત. એવામાં તેમણે પૃથ્વીને અસંખ્ય વર્ષની ગણાવી હતી. પરંતુ પ્રાચીન ભારતના વિદ્યાનોએ પોતાના જ્ઞાનથી તે સમયમાં બિગ બેંગ જેવી ઘટનાનો અંદાજો લગાવીને ધરતીની ઉંમરને 190 કરોડ વર્ષ ગણાવી હતી. મધ્ય કાળમાં ખ્રિસ્તીઓએ બાઈબલમાં ધરતીની ઉંમરને શોધવાનો પ્રયત્ન કર્યો અને ત્યારે તે તેની ઉંમર 5 હજાર વર્ષથી લઈને 7 હજાર વર્ષ થવાનો જ અંદાજો લગાવવામાં આવ્યો. 1700થી લઈને 1800 ની વચ્ચે અમુક વૈજ્ઞાનિકોએ અલગ-અલગ અંદાજ લગાવ્યા. કોઈએ ધરતીના ઠંડા હોવા અનુસાર અંદાજો લગાવ્યો તો કોઈએ સેડિમેન્ટ જામવાના હિસાબે ઉંમરને આંકી.
આ વ્યક્તિએ પૃથ્વીની ઉંમર જાણી લીધી હતી
સૌથી સટીક અંદાજો 20 મી સદીના શરૂઆતી સમયથી લગાવવાનો શરૂ કર્યો જ્યારે રેડિયોમેટ્રિક ડેટિંગની શરૂઆત થઈ. આ રીતનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિક પથ્થરથી નીકળી ચૂકેલી રેડિયોએક્ટિવ ઉર્જાની જાણકારી મેળવે છે જેનાથી પથ્થરની ઉંમરની જાણકારી થાય છે. વર્ષ 1953માં ક્લેયર પેટર્સએ આકાશમાંથી સદીઓ પહેલા પડેલા ઉલ્કાપિંડોની તપાસ કરી જેનાથી તેમણે અંદાજો લગાવ્યો કે ધરતીની ઉંમર 450 કરોડ વર્ષ છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/n6a2kOT
0 Comments