
કમ્પ્યૂટરનો ઉપયોગ કરતા મોટા ભાગના લોકોને કદાચ જાણ પણ નહીં હોય કે વિન્ડોઝમાં ‘પેઇન્ટ’ નામનો એક પ્રોગ્રામ હોય છે! પરંતુ વિવિધ સ્કૂલમાં આ પ્રોગ્રામનો હજી પણ ખાસ્સો ઉપયોગ થાય છે. બાળકોને કમ્પ્યૂટરનો પરિચય કરાવતી વખતે અને તેમાં બેઝિક શેપ્સ દોરતાં કે ઇમેજ એડિટિંગ શીખવવા માટે પેઇન્ટ પ્રોગ્રામનો ઉપયોગ થાય છે. પરંતુ હવે આ સર્વિસ આપણને પણ ઉપયોગી થાય તેવી શક્યતા છે. પેઇન્ટમાં ઇમેજનું બેકગ્રાઉન્ડ ફટાફટ દૂર કરવાનું ટૂલ ઉમેરાયું છે. ઇન્ટરનેટ પર વિવિધ વેબ એપ્લિકેશન આવી સગવડ આપે છે. હવે એ જ સુવિધા પેઇન્ટમાં પણ ઉમેરાઈ ગઈ છે (લેયર્સ અને ટ્રાન્સપરન્સી જેવાં ફોટોશોપનાં ફીચર્સ પણ હમણાં તેમાં ઉમેરાયાં છે). આ ફીચર સ્કૂલના કમ્પ્યૂટરમાં પહોંચતાં વાર લાગી શકે છે, પરંતુ એ પછી વિદ્યાર્થીઓને આ નવી સુવિધાનો પરિચય કરાવવા માટે સ્કૂલ ટીચર્સ નીચેનાં પગલાં લઈ શકે છેઃ
૧. કમ્પ્યૂટરમાં પેઇન્ટ પ્રોગ્રામ ઓપન કરીને તેમાં તમારી ઇમેજ ઇમ્પોર્ટ કરો અથવા નવું ડોક્યુમેન્ટ ઓપન કરીને તેમાં ઇમેજ પેસ્ટ કરો.
૨. ટૂલબારમાં ‘રીમૂવ’ બેકગ્રાઉન્ડ એવા નવા બટનને ક્લિક કરો.
૩. સિસ્ટમ પોતાની રીતે નક્કી કરી લેશે કે ઇમેજમાં ક્યો ભાગ રાખવાનો છે અને ક્યો ભાગ દૂર કરવાનો છે.
૪. આથી ફક્ત એક ક્લિકમાં ઇમેજનો મહત્ત્વનો ભાગ જળવાઈ રહેશે અને બાકીનો બેકગ્રાન્ડનો ભાગ દૂર થશે.
૫. આપણે ઇચ્છીએ તો ઇમેજનો જે ભાગ રાખીને તેમાંથી બેકગ્રાઉન્ડ દૂર કરવું હોય તે ભાગને રેક્ટેંગલ સિલેક્ટ ટૂલથી સિલેક્ટ કરીને દર્શાવી શકીએ છીએ.
ક્યારેક સ્માર્ટફોનમાંની કોઈ એપ તમને એકદમ પજવે એવું થયું છે? જેમ કે તમારા કોઈ નિકટના સ્વજન તમને વોટ્સએપમાં કોલ કરે ત્યારે તમને તેની રિંગ સંભળાય જ નહીં!
એ વ્યક્તિ કોન્ટેક્ટ તરીકે સેવ્ડ હોય, ફોનમાં મીડિયા ને રિંગટોનનું વોલ્યૂમ બરાબર હોય, છતાં રિંગ ધરાર ન જ સંભળાય! તમે ખબર હોય એટલાં બધાં સેટિંગ્સ ફેંદી વળો છતાં, ઉપાય ન જ મળે! આવું થાય ત્યારે કોઈ બીજો ફોન હાથમાં લો (જેમાં રિંગ સંભળાતી હોય!) અને એક પછી એક બંને ફોનમાં બધાં સેટિંગ્સ સરખાવતા જાઓ. બની શકે કે તમારા ફોનમાં ‘ડુ નોટ ડિસ્ટર્બ’ ફીચર એક્વિટેડ હોય, અથવા રિંગટોન પોતે નોટિફિકેશન સાઉન્ડ જેવો શોર્ટ ને અત્યંત ધીમા વોલ્યૂમનો હોય!
ફોન અમથો પોતાનું ધાર્યું - લગભગ - કરે નહીં, આપણે તેની સામે સ્માર્ટ થવું પડે!
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/iPFvdUh
0 Comments