
- કૈરેન અને જેમ્સ માર્કસે IVF દ્વારા માતા-પિતા બનવાનું સુખ મેળવ્યું
નવી દિલ્હી, તા. 05 ઓગસ્ટ 2022, શુક્રવાર
સામાન્ય રીતે તમે સાંભળ્યું હશે કે ટ્વિન અથવા ટ્રિપ્લેટ બાળકો એકસાથે જન્મ લેતા હોય છે. આજે આપણે એવા કપલ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેમણે અલગ-અલગ સમયે પોતાના ટ્રિપ્લેટ બાળકોને જન્મ આપ્યો છે. આ ત્રણેય બાળકો એક જ સમયે માતાના ગર્ભમાં આવ્યા હતા પરંતુ તેમને મહિલાએ બે વર્ષના અંતરે જન્મ આપ્યો હતો. હવે તમે વિચારતા હશો કે આ ચમત્કાર કેવી રીતે થઈ શકે? ખરેખર આવું બન્યુ છે કે તેની પાછળ વિજ્ઞાનનો મોટો હાથ છે.
ઈંગલેન્ડના સોમરસેટના રહેવાસી કૈરેન અને જેમ્સ માર્કસે IVF દ્વારા માતા-પિતા બનવાનું સુખ મેળવ્યું છે. જો કે આ ખુશી તેમને ત્રણગણી મળી છે. વાસ્તવમાં દંપતીએ ટ્રિપ્લેટની કલ્પના કરી હતી. તેનું પરિણામ એ આવ્યુ કે, કૈરેનના ગર્ભમાં એક સાથે ત્રણ ભ્રૂણ આવ્યા હતા. કપલે આ ભ્રૂણોને ફ્રીજ કરાવી એક પછી એક બાળકને જન્મ આપવાનું નક્કી કર્યું હતું. આથી માતાના પેટમાં એકસાથે આવ્યા બાદ પણ ત્રણેય બાળકો વચ્ચે બે વર્ષનું અંતર છે.
4 વર્ષ પહેલા આવ્યું હતું પ્રથમ બાળક
કપલે પોતાની ટ્રિપ્લેટ જર્ની માટે IVFનો આશરો લીધો હતો. કૈરોને 4 વર્ષ પહેલા 1 સપ્ટેમ્બર 2018ના રોજ તેમના પ્રથમ સંતાન કૈમેરોનને જન્મ આપ્યો હતો. ત્યારબાદ બે વર્ષ બાદ તેણે 15 સપ્ટેમ્બર 2020ના રોજ બીજા બાળક ઈસાબેલા અને ગયા મહિને 3 જુલાઈ 2022ના રોજ ત્રીજા બાળક ગ્રેબિએલાને જન્મ આપ્યો હતો. આ તમામ બાળકો ટ્રિપ્લેટ છે.
પોતાને લકી માને છે કપલ
કપલે જણાવ્યું હતું કે, ટ્રિપ્લેટના આગમનથી તેમનું જીવન પૂર્ણ થઈ ગયું છે. કૈરેનના મતે તે ખૂબ જ નસીબદાર છે કે તેમના ટ્રિપ્લેટસ છે. કેટલાક લોકો IVF બાદ પણ એક બાળકને ગર્ભધારણ નથી કરી શકતા પરંતુ તેમના નસીબમાં 3 બાળકો આવ્યા છે. હવે તે પોતાને સંપૂર્ણ માને છે. આ કપલના લગ્ન વર્ષ 2014માં થયા હતા. ઘણા વર્ષો સુધી પ્રયાસ બાદ પણ બાળક ન થવાથી તેમણે IVFનો આશરો લીધો હતો. કૈરોને એક સાથે 5 ગર્ભ ધારણ કર્યા હતા પરંતુ તેમાંથી બે મિસકેરેજ થયા હતા.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/LaObi5J
0 Comments