
- છેક 1930માં 'ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોટિકલ યુનિયને' તેને 9મો ગ્રહ કહ્યો, અમેરિકી વિજ્ઞાની ટોમબેગે 1930માં તેની શોધ કરી તેની ૧૧ વર્ષની પુત્રીએ 'પ્લુટો' નામ આપ્યું
પ્રાગ, નવી દિલ્હી : આપણા સૂર્ય મંડળનો સૌથી નાનો અને સૂર્યમંડળમાં સૌથી દૂરનો ગ્રહ પ્લુટો છે તે અંગે બે માન્યતા પ્રસરી રહી છે. એક તે છે કે આપણા સૂર્યની પાસેથી આકાશગંગામાંનો કોઈ બીજો સૂર્ય પસાર થતાં સૂર્યનાં 'પ્લાઝમામાં' ભરતી આપવી શરૂ થઈ, તે બીજો સૂર્ય જેમ પાસે આવતો ગયો તેમ તેમ પ્લાઝમા ખેંચાતું ગયું. તેમાં પહેલાં એક જથ્થો હતો, તે સૌથી દૂર ફેંકાઈ ગયો. તેમાંથી પ્લુટો, નેપચ્યુન અને યુરેનસ રચાયા. આ તે લંબગોળ પ્લાઝમાના છેવાડાના ભાગથી શરૂ કરી ધીમે ધીમે મોટા ગ્રહો રચાયા. પ્લુટોથી મોટો નેપચ્યુન તેથી મોટો યુરેનસ બન્યા.
ેતે 'સૂર્ય' આપણા સૂર્યની વધુ નજીક આવ્યો ત્યારે બે મોટા ગ્રહો શનિ અને ગુરૂ રચાયા. ગુરૂ જ્યારે રચાયો ત્યારે તે સૂર્ય આપણા સૂર્યની તદ્દન નજીકથી પસાર થયો હશે તેથી પ્લાઝમાનો સૌથી મોટો જથ્થો બહાર પડયો. તે બધાં જ વાયુરૂપ જથ્થાઓ પછી ગોળાકાર બનતા ગયા અને ગ્રહો રચાયા તે પછી એક અન્ય ગ્રહ પણ રચાયો હશે. પરંતુ તે હજી વાયુ સ્વરૂપે જ હતો, ત્યારે વળી અન્ય સૂર્ય પસાર થતાં તે તરફ ખેંચાયો. પરંતુ તે 'સૂર્ય' તેને પડતો મુકી દૂર ચાલ્યો ગયો. તે વાયુપિંડના ટુકડા થઈ ગયા. તે ઠરતા 'એસ્ટેરોઈડઝ' બન્યા પછી પછીથી મંગળ અને પૃથ્વીનો એક 'સમુહ' જુદો પડયો. તેમાંથી મંગળ રચાયો તેથી મોટી પૃથ્વી તે પછી 'ભરવી' ઘરતી રહેતાં પૃથ્વીથી નાનો શુક્ર તેથી નાનો બુધ રચાયો. અહીં ભરતી બંધ પણ થઈ ગઈ.
પ્લુટો વિષે એક માન્યતા તેવી પણ કે તે અન્ય સૌર-મંડળનો મૂળ સભ્ય હશે. તેના છેડા પર ફરતો કોઈ ગ્રહ આપણા વધુ સૂર્ય તરફ ખેંચાઈ આવ્યો હશે. અને અન્ય ગ્રહોની જેમ સૂર્ય ફરતી પ્રદક્ષિણામાં લાગી ગયો હશે.
૨૦૦૬માં એક રિપબ્લિકના પાટનગર પ્રાગમાં ખગોળવિદોનો પરિષદ મળી હતી. તેમણે ગ્રહ કોને કહેવો તેની પરિભાષા નિશ્ચિત કરી તેમાં '૩' પ્રમાણે નક્કી કરાયા (૧) ગ્રહ માટે સૂર્યની પરિક્રમા કરવી, આવશ્યક છે. (૨) ઓછામાં ઓછો તે એટલો મોટો હોવો જરૂરી છે કે તે વાયુપિંડ પોતાનાં ગુરૂત્વાકર્ષણથી જ ગોળાકાર બની ગયો હોય. (૩) તે એસ્ટેરોઈડઝથી જુદો પડી પોતાની જ કક્ષા રચી શકે. પરંતુ પ્લુટો તે પ્રમાણો મુજબ ખરો ન ઉતરતાં તેને ગ્રહ તરીકે સ્વીકારાયો નહીં પરંતુ પછીથી તે જ સંસ્થાએ તેનાં પ્રમાણો બદલી નાખ્યાં અને પ્લુટોને ગ્રહ તરીકે સ્વીકારાયો.
પ્લુટોની શોધ અમેરિકી વિજ્ઞાની ક્લોઈડ ડબ્લ્યુ ટોમબેગે ૧૯૩૦માં કરી પરંતુ તેને પ્લુટો નામ તેની ૧૧ વર્ષની પુત્રી વેનેશ્યા બર્નેએ આપ્યું. તે ઓક્સફર્ડ સ્કૂલ ઓફ લંડનમાં ૧૧માં ધોરણની વિદ્યાર્થીની હતી. તેણે તેના પિતાને સૂચવ્યું કે રોમમાં અંધકારના દેવને 'પ્લુટો' કહેવાતો હતો. તેથી સૌરમંડળના આ અંધકારભર્યા ગ્રહને (અહીં સૂર્યનો પ્રકાશ લગભગ પહોંચતો નથી. તેથી તે ગ્રહ સતત અંધકારમાં જ રહે છે. પ્લુટો નામ આપવું અન્ય વિજ્ઞાનીઓ તે બાળકી ઉપર ખુશ થઈ ગયા અને સૂર્યમંડળના આ ૯મા ગ્રહને પ્લુટો નામ આપ્યું.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/ZwIRcYj
0 Comments