
નવા સમય મુજબ, આઇઆઇટી-મદ્રાસ દ્વારા વિવિધ પ્રકારના કોર્સ ઓનલાઇન ઓફર કરવામાં આવી રહ્યા છે. આપણે એ વિશે અગાઉ વાત કરી છે, હવે એક નવો કોર્સ આવ્યો છે, રોબોટિક્સ વિશે. આઇઆઇટી-મદ્રાસના આ કોર્સનું સંચાલન કરશે. આ કોર્સમાં https://nptel.ac.in પર જોડાઈ શકાશે. આ કોર્સ વિવિધ એન્જિનિયરિંગ લાઇન્સના સ્ટુડન્ટ્સને રોબોટિક્સની બેઝિક સમજ આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. તેમાં અન્ડરગ્રેજ્યુએટ અને ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ જોડાઈ શકે છે. કોર્સમાં રોબોટ મિકેનિઝમ, કાઇનેમેટિક્સ, સેન્ટર્સ અને કંટ્રોલ વગેરે વિષયો આવરી લેવામાં આવશે. ૧૨ અઠવાડિયાના આ કોર્સમાં જોડાવાની છેલ્લી તારીખ અગાઉ ઓગસ્ટ ૧ હતી, પણ હવે તે લંબાવીને ઓગસ્ટ ૮, ૨૦૨૨ કરવામાં આવી છે. કોર્સ ફ્રી છે, પરંતુ તે પૂરો કર્યા પછી એક્ઝામ આપી સર્ટિફિકેટ મેળવવું હોય તો તેની ફી રૂ. ૧૦૦૦ છે. કોર્સ વિશે વધુ વિગતો અહીંથી મળશે : https://ift.tt/9c7PSJY
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/EM0kTag
0 Comments