- એપલ કંપનીiPhone  14ને સપ્ટેમ્બરમાં લોન્ચ કરી શકે છે

નવી દિલ્હી, તા. 04 ઓગસ્ટ 2022, ગુરૂવાર

AppleiPhone  14 સીરિઝ આ વર્ષે લોન્ચ થવાની છે. જો એપલ દરવર્ષની ટાઈમલાઈનને ફોલો કરશે તોiPhone  14 સીરિઝના ફોનને સપ્ટેમ્બરમાં લોન્ચ કરી શકે છે. જો કે કંપનીએ આધિકારિક રીતે આ ફોનની લોન્ચિંગ અંગે કોઈ જાણકારી આપી નથી.

iphone 13ના લોન્ચ થયા બાદ iPhone 14 માટેની અટકળો અને લીક થયેલા અહેવાલોનો સિલસિલો ચાલુ છે. Appleના અપકમિંગ સ્માર્ટ ફોન સીરીઝ સાથે જોડાયેલી નવી લીક સામે આવી છે. 

બ્રાન્ડiPhone  13ની કિંમતે જ નવી સીરીઝને પણ લોન્ચ કરી શકે છે. નવા મોડલની શરૂઆતની કિંમત 80 હજાર રૂપિયા હોઈ શકે છે. આ વખતે એપલ પોતાની સીરિઝમાં કોઈ મિની વર્ઝન લોન્ચ નહીં કરે.

iphone 13ની કિંમતે મળી શકે છે iPhone 14

એપલનો મેક્સ વેરિએન્ટ પણ જોવા મળશે જે સ્ટાનડર્ડ મોડલ અને iPhone 14 Pro વચ્ચે હશે. એપલ વધુ ગ્રાહકોને આકર્ષવાના હેતુ સાથે iPhone 14ની કિંમતમાં વધારો કરવા નથી માંગતી. 

MacRumorsએ આ જાણકારી શેર કરી છે. Korean blog Naver ઉપર yeux1122 નામના યુઝરે દાવો કર્યો છે કે આ નિર્ણય એપલના ટોપ એક્ઝયુટિવે સ્માર્ટફોનની માર્કેટમાં ડિમાન્ડ ઓછી હોવાના કારણે લીધો છે.

અમેરિકન બજારમાં iPhone 14 799 ડોલર (63,416.63 રૂપિયા) ની પ્રારંભિક કિંમત ઉપર આવી શકે છે. ભારતીય રૂપિયામાં આ રકમ 63,200 રૂપિયા છે. જો કે ભારતમાં કંપની આ કિંમત ઉપર ફોન લોન્ચ નહીં કરે. તમને જણાવી દઈએ કે, iPhone  13ને 79,990 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો.

જૂના પ્રોસેસર સાથે થશે લોન્ચ

iphone 14 ભારતમાં આ જ કિંમતે લોન્ચ થઈ શકે છે. એપલે સત્તાવાર કિંમતની માહિતી નથી આપી. ત્યાં સુધી કે એપલે લોન્ચની તારીખ પણ જાહેર નથી કરી.

કંપની 13 સપ્ટેમ્બરના રોજ પોતાનો નવો ફોન લોન્ચ કરી શકે છે. iPhone 14 અને iPhone 14 Max ગયા વર્ષના પ્રોસેસર A15 Bionicની સાથે લોન્ચ થઈ શકે છે. A16 Bionic ચિપસેટ Pro અને Pro max વેરિએન્ટમાં મળી શકે છે.

apple iPhone 14 may be lauch at iPhone 13 price in india



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/aVknjPZ