
નવી દિલ્હી, તા. 28 ઓગસ્ટ 2022 રવિવાર
તાજેતરમાં જ પેગાસસ ખૂબ ચર્ચામાં રહ્યુ છે. NSO ગ્રૂપ પર આરોપ હતો. આના જાસૂસી સોફ્ટવેર પેગાસસની મદદથી લોકોના મોબાઈલ હેક કરીને તેમની પર નજર રાખવામાં આવી. હવે એક વધુ જાસૂસી સોફ્ટવેર ચર્ચામાં આવી ગયુ છે.
સ્પાઈવેર કંપની Intellexaની સર્વિસને લઈને કંપનીનો દાવો છે કે આનાથી એન્ડ્રોઈડ અને iOS બંને ડિવાઈસને હેક કરી શકાય છે. આ માટે કંપની મસમોટો ચાર્જ પણ કરે છે.
જાસૂસી સોફ્ટવેર યુઝ કરવા માટે કંપનીની ફી 8 મિલિયન ડોલર રાખવામાં આવી છે. મેલવેર સોર્સ કોડ પ્રોવાઈડર Vx-underground ના ડોક્યુમેન્ટમાં Intellexaના પ્રોપેઝલને દર્શાવવામાં આવ્યુ છે. જેમાં એન્ડ્રોઈડ અને iOS ડિવાઈસને હેક કરવાની વાત કહેવામાં આવી છે.

આને લઈને ટ્વીટ પણ કરવામાં આવી છે. જેમાં લીક્ડ ડોક્યુમેન્ટને લઈને કહેવામાં આવ્યુ છે કે iOS રિમોટ કોડ એગ્ઝિક્યૂશન જીરો-ડે ખામીનો ફાયદો ઉઠાવે છે. આ માટે $8,000,000 ખર્ચવા પડશે. આ ઓફરમાં 10 એન્ડ્રોઈડ અને આઈઓએસ ડિવાઈસને ઈન્ફેક્ટ કરવાની વાત કહેવામાં આવી રહી છે.
એર રિપોર્ટ અનુસાર ડોક્યુમેન્ટને કન્ફીડેન્શિયલ કહેવામાં આવ્યા છે. જેમાં એ પણ જણાવાયુ છે કે આ iOS 15.4.1 અને લેટેસ્ટ Android 12 સુધીને ટારગેટ કરી શકે છે. રિપોર્ટમાં જણાવાયુ છે કે રિમોટ અને વન ક્લિક બ્રાઉઝર બેઝ ખામી માટે આ ઓફર છે.
આ જાસૂસી સોફ્ટવેર બનાવનારી કંપની યુરોપની
આનાથી યુઝર્સના Android કે iOS મોબાઈલમાં પેલોડ ઈન્જેક્ટ કરવામાં આવે છે. Intellexa યુરોપની કંપની છે. હવે આ ડોક્યુમેન્ટ સામે આવ્યા બાદ કંપનીને લઈને વિવાદ મચી ગયો છે. કંપનીએ હાલ આની પર કોઈ સ્પષ્ટતા આપી નથી.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/qQJHkzt
0 Comments