વોશિંગ્ટન, 3 સપ્ટેમ્બર,2022,શનિવાર 

અમેરિકાની સમાનવ ચંદ્વ પર જવાની યોજનાના ભાગરુપ આર્ટેમિસ-1 મિશન ફરી ઘોંચમાં મુકાયું છે. નાસાના વૈજ્ઞાનિકોને લોંચના થોડાક કલાક પહેલા જ રોકેટમાં ફૂયઅલ લિકેજ અને એન્જીનમાં ખામી જોવા મળી હતી. એક જ અઠવાડિયામાં મિશન મુલતવી રાખવું પડયું હોય એવું બીજી વાર બન્યું છે. ઓર્ટેમિસ- 1 મિશનનું લોન્ચિંગ ફલોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી થવાનું હતું. આથી હવે આવનારા સમયમાં ત્રીજી વાર નવું શેડ્યૂલ્ડ ગોઠવવામાં આવશે.

 જો કે ત્રીજા પ્રયત્નની તારીખ અને સમય નકકી કરવામાં આવ્યો નથી. નાસાનું આર્ટેમિસ મિશન 2025 સુધીમાં માણસને ચંદ્ર પર મોકલવા માટેનું છે. હાલમાં ઓરિયન નામની કેપ્સૂલ તૈયાર કરવામાં આવી છે. આ કેપ્સૂલ 42 દિવસ ચંદ્રનું ભ્રમણ કરીને માહિતી એકત્ર કરવા માટે છે. ઓરિયનના ડેટા અને માહિતીના આધારે સમાનવ યાન ચંદ્ર પર જવાનું છે. માટે  આર્ટેમિસ -1 મિશન ખૂબજ મહત્વનું છે પરંતુ ઓરિયનને સ્પેસમાં લઇ જનારા રોકેટમાં ફરી ટેકનીકલ ખામી સર્જાતા મિશનના કાર્યક્રમને ઝાટકો લાગ્યો છે. 



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/SzxLh5Q