વોશિંગ્ટન, તા. 03 સપ્ટેમ્બર 2022 શનિવાર 

અમેરિકી અંતરિક્ષ એજન્સી NASA પોતાના મૂન મિશન Artemis 1 ને આજે 3 સપ્ટેમ્બર 2022ની રાતે લગભગ પોણા 12 વાગે લોન્ચ કરવાનુ છે. લોન્ચિંગ ફ્લોરિડા સ્થિત કેપ કેનવરલના લોન્ચ પેડ 39બી થી થશે. ફ્યુઅલ લીક અને ક્રેકના કારણે 29 ઓગસ્ટે નાસાનુ આ રોકેટ લોન્ચ કરવામાં આવ્યુ નહોતુ.

સમગ્ર દુનિયામાં એ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે આખરે 50 વર્ષ બાદ ચંદ્ર પર જવાનુ કેમ સૂઝ્યુ. એવુ શુ છે ત્યાં જેના માટે નાસા સહિત અમુક દેશ આ પ્રયાસમાં લાગેલા છે. 


માનવીને લઈને દૂર જનારુ પહેલુ સ્પેસક્રાફ્ટ

Artemis 1 મિશન માનવીઓની અંતરિક્ષ ઉડાનમાં એક મિશાલ સાબિત થઈ શકે છે. અમુક દાયકા બાદ ધરતીની લોઅર અર્થ ઓર્બિટની બહાર માણસ જવાનો છે. આજનુ લોન્ચિંગ સફળ થઈ જાય તો પહેલીવાર એવુ થશે કે કોઈ માણસની મદદ વિના નાસા સ્પેસ લોન્ચ સિસ્ટમ રોકેટ દ્વારા ઓરિયન સ્પેસશિપને ચંદ્રની ચારે બાજુ ચક્કર લગાવીને પાછા આવવા માટે મોકલી રહ્યુ છે. આ સફર 42 દિવસ, 3 કલાક અને 20 મિનિટની હશે.


ચંદ્રના અંધકારમય ભાગની તપાસ થશે

ઓરિયન સ્પેસશિપને માણસોની અંતરિક્ષ ઉડાન માટે બનાવવામાં આવ્યુ છે. આ માણસો દ્વારા બનાવવામાં આવેલુ પહેલુ એવુ સ્પેસક્રાફ્ટ હશે જે અંતરિક્ષમાં સૌથી વધારે અંતર નક્કી કરશે. તે પણ માણસોને બેસાડીને. અગાઉ ક્યારેય કોઈ યાનએ આનાથી વધારે અંતર કાપ્યુ નહીં હોય. મિશન દરમિયાન ઓરિયન ધરતીથી ચંદ્ર સુધી પહેલા 4.50 લાખ કિમીની સફર કરશે. ચંદ્રના અંધારા વાળા ભાગ તરફ 64 હજાર કિમી દૂર જશે. ઓરિયન સ્પેસશિપ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જોડાયા વિના જ આટલી લાંબી સફર કરનારુ પહેલુ અંતરિક્ષયાન હશે.


આ મિશનને Artemis નામ કેમ આપવામાં આવ્યુ

ગ્રીસમાં ચંદ્રની દેવીને અર્ટેમિસ Artemis કહેવામાં આવે છે. આ શિકારની પણ દેવી મનાય છે. આ અપોલોની જુડવા બહેન છે. આ નામ એટલા માટે પસંદ કરવામાં આવ્યુ કેમ કે પહેલીવાર મૂન મિશન પર કોઈ મહિલાને મોકલવાની તૈયારી થઈ રહી છે. મહિલાને સન્માન આપવા માટે નાસાએ આ મિશનનુ નામ અર્ટેમિસ રાખ્યુ છે. જેવી રીતે અમેરિકાનુ અપોલો મૂન મિશન સફળ રહ્યુ હતુ તેમને આશા છે કે આ મિશન પણ સફળ થશે. 



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/l21603C