વોશિંગ્ટન,૨૬ સપ્ટેમ્બર,૨૦૨૨,સોમવાર 

અમેરિકાની સ્પેસ એજન્સી નાસા ૩૩ કરોડ ડોલરના ખર્ચે એક પ્રયોગ કરી રહયું છે. જેમાં જાણી જોઇને એક અંતરિક્ષયાનની એક ઉલ્કાપિંડ સાથે ટકકર થાય તેવું ગોઠવવામાં આવ્યું છે. આ પ્રયોગમાં  પૃથ્વી બાજુ આવતો અવકાશી પદાર્થ રસ્તો બદલી તેવો હેતું છે. મિશનને એસ્ટ્રોઇડ રીડાઇરેકશન ટેસ્ટ નામ આપવામાં આવ્યું છે. 

૪ કરોડ વર્ષ  પહેલા પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતા ડાયાનાસોરનો વિનાશ લઘુગ્રહ ટકકરથી થયો હતો. આવા કોઇ અવકાશી પદાર્થની ટકકરથી ભવિષ્યમાં પૃથ્વીને બચાવવા માટે આ સફળતા મળવી મહત્વની છે. કોઇ લઘુગ્રહ પૃથ્વીના વિનાશ માટે આવી રહયો હોવાની કાલ્પનિક કથા પર હોલીવૂડમાં અનેક ફિલ્મો બની છે. જેમાં ડોંટ લૂક અપ અને આર્માગૈડન જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. નાસાએ ડાર્ટ અભિયાન માટે ડિમોરફોસ નામના ઉલ્કાપિંડને પસંદ કર્યો છે, આ ઉલ્કાપિંડને મૂનલેટ એટલે કે નાનો ચંદ્ર પણ કહેવામાં આવે છે.


આ પૃથ્વીની નજીક એક અન્ય વિશાળ ઉલ્કાપિંડ ડિડાયમોસ નામના ઉલ્કાપિંડનું ભ્રમણ કરે છે. ડાયમોરફોસનો વ્યાસ લગભગ ૧૬૦ મીટર છે. અમેરિકી સમયાનુસાર ૨૬ સપ્ટેમ્બર સાંજે ૭.૧૪ લાગે આ ઘટના આકાર લઇ રહી છે. આ પૃથ્વીને બચાવવા માટે પ્રથમ ગ્રહ-સુરક્ષા પરીક્ષણ છે કારણ કે ઉલ્કાપિંડની પૃથ્વી પર આવવાની શકયતા ખૂબજ ઓછી છે. આ ઉલ્કાપીંડ પૃથ્વીથી ૧.૧ કરોડ કિલોમીટર દૂર હશે,

નાસાના જણાવ્યા અનુસાર ડાર્ટ સ્પેસ ક્રાફટની ટકકર હિંદ મહાસાગરની ઉપર થવાની છે. સ્પેસક્રાફટની ઝડપ ૬.૬ કિમી પ્રતિ સેકન્ડની હશે. પૃથ્વીની ફરતે નાના મોટા ૩૦ હજાર જેટલા એસ્ટરોઇડ છે. નાસાનો એક વિભાગ આ નાના અવકાશી પીંડ પૃથ્વીની નજીકથી પસાર થાય ત્યારે ચાપતી નજર રાખે છે.

પૃથ્વીથી સલામત અંતરે પસાર થતા હોય ત્યાં સુધી વાંધો નહી પરંતુ કોઇ પૃથ્વી પર આવી ચડે તો તેનો ભ્રમણ માર્ગ બદલવા કે તેનો નાશ કરવા માટે શું કરી શકાય તે માટે આ સંશોધન  પ્રયોગ ડાર્ટનો ડેટા ખૂબજ ઉપયોગી બનશે. સ્પેસ સાયન્ટિસ્ટસ માને છે કે કોઇ પણ એસ્ટરોઇડને નાશ કરવા કરતા તેનો ભ્રમણ માર્ગ બદલી નાખવોએ સારો ઉપાય છે. 




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/gYjVFrB