
વોશિંગ્ટન, 27 સપ્ટેમ્બર,2022,મંગળવાર
એસ્ટેરોઇડથી પૃથ્વીને બચાવવા માટે નાસાનું ડાર્ટ મિશન સફળ રહયું છે. આજે મંગળવારે ભારતીય સમય અનુસાર સવારે 4.44 વાગે ડાર્ટ સ્પેસક્રાફટ ડિમોરફોસ નામના એક નાના એસ્ટરોઇડને ટકરાયું હતું. કોઇ પર ગ્રહ સામે પૃથ્વીને બચાવવા માટે કરવામાં આવેલું પ્રથમ પરીક્ષણ હતું જે સફળ રહયું હતું. આ સાથે અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ નવો કિર્તિમાન બનાવ્યો છે.
ડાર્ટ મિશનના કોઓર્ડિનેટર લીડ નેન્સી ચાબોટે માહિતી આપતા જણાવ્યું કે સ્પેસક્રાફટે એસ્ટરોઇડને ખૂબ સરસ રીતે ટાર્ગેટ કર્યો હતો. આ મિશનનો હેતું સ્પેસકાફટની પૃથ્વીની ભ્રમણ કક્ષા નજીકથી પસાર થતા એસ્ટેરોઇડ પર અસર થાય છે કે નહી તે તપાસવાનો હતો. અમેરિકાની સ્પેસ એજન્સી નાસાને આ પ્રયોગ પાછળ ૩૩ કરોડ ડોલરના ખર્ચે થયો હતો.

સ્પેસક્રાફટ જાણી જોઇને એક અંતરિક્ષયાનની એક ઉલ્કાપિંડ સાથે ટકકર થાય તેવું ગોઠવવામાં આવ્યું છે. આ પ્રયોગમાં પૃથ્વી બાજુ આવતો અવકાશી પદાર્થ રસ્તો બદલી તેવો હેતું હતો. ૪ કરોડ વર્ષ પહેલા પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતા ડાયાનાસોરનો વિનાશ લઘુગ્રહ ટકકરથી થયો હતો. આવા કોઇ અવકાશી પદાર્થની ટકકરથી ભવિષ્યમાં પૃથ્વીને બચાવવા માટે આ સફળતા મળવી મહત્વની છે. આ એસ્ટ્રોઇડ રીડાઇરેકશન ટેસ્ટના ડેટાનો અભ્યાસ કરવામાં આવી રહયો છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/D62liO3
0 Comments