
નવી દિલ્હી,તા.29 સપ્ટેમ્બર 2022,ગુરૂવાર
યોગનુ ચલણ આખી દુનિયામાં વધી રહ્યુ છે. દર વર્ષે ઈન્ટરનેશનલ યોગા ડેની ઉજવણી પણ કરવામાં આવે છે.
હવે યોગનો મહિમા અતંરિક્ષમાં પણ પહોંચ્યો છે.મહિલા અવકાશયાત્રી સામંથા ક્રિસ્તોફોરેતીએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પોતાના યોગાસનનો વિડિયો શેર કર્યો છે અને તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્ય છે.
આ વિડિયોમાં સામંથાને ઝીરો ગ્રેવિટીમાં યોગની મુદ્દામાં જોઈ શકાય છે. વિડિયોમાં તે ગરૂડાસન કરતી નજરે પડે છે. સામંથાએ 27 સપ્ટેમ્બરે વિડિયો અપલોડ કરીને કહ્યુ હતુ કે, ગુરૂત્વાકર્ષણના અભાવમાં યોગ કરવો અટપટુ કામ હતુ પણ થોડી ઘણી ક્રિએટિવ ફ્રિડમ સાથે તમે યોગ્ય આસન પસંદ કરીને યોગ કરી શકો છો.
યુઝર્સ વિડિયોને પસંદ કરી રહ્યા છે અને એક વ્યક્તિએ લખ્યુ હતુ કે, ભારતીય અવકાશ યાત્રી રાકેશ શર્માએ પણ યોગાભ્યાસ કર્યો હતો.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/eOm6C84
0 Comments