નવી દિલ્હી, તા. 30 સપ્ટેમ્બર 2022 શુક્રવાર

શુ તમે પણ તે લોકોમાંથી એક છો જે બનાવટી સિમ કાર્ડ ખરીદે છે કે પછી OTT પ્લેટફોર્મ પર ખોટી જાણકારી આપે છે? અહીં OTT પ્લેટફોર્મનો અર્થ વ્હોટ્સએપ અને બીજા ઈન્ટરનેટ કોલિંગ એપ્સ સાથે છે. જો તમે એવા લોકોમાં છો તો મુશ્કેલીમાં ફસાઈ શકો છો કેમ કે સરકાર નવા નિયમ લઈને આવી રહી છે. 

આના કારણે તમે જેલમાં પણ જઈ શકો છો. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશને નવા Indian Telecommunication Bill, 2022 ને ડ્રાફ્ટ કરી લીધો છે. ડ્રાફ્ટમાં યુઝર્સની KYC અને યુઝર પ્રોટેક્શનને લઈને જાણકારી આપવામાં આવી છે. 


શુ કહે છે નવુ ટેલિકોમ્યુનિકેશન બિલ

જો તમે વ્હોટ્સએપ, ટેલિગ્રામ, સિગ્નલ જેવા પર પોતાની ખોટી ઓળખ જણાવો છો કે પછી તમે નવુ સિમ કાર્ડ ખરીદવા માટે ખોટા ડોક્યુમેન્ટનો ઉપયોગ કરો છો, તો 50 હજારનો દંડ થઈ શકે છે. આ સિવાય દોષીને એક વર્ષની જેલ પણ થઈ શકે છે.

આ જાણકારી હજુ ડ્રાફ્ટમાં છે પરંતુ બિલ પાસ થયા બાદ તમામને આ હિસાબે કામ કરવુ પડશે. કદાચ જ ટેલિકોમ બિલના આ પોઈન્ટ પર કોઈ મુશ્કેલી વ્યક્તિ કરે. સરકાર આ પગલા યુઝર્સની સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને લઈ રહી છે.


શા માટે આવુ કરવામાં આવી રહ્યુ છે

છેલ્લા અમુક સમયમાં સાઈબર ફ્રોડના ઘણા કેસ સામે આવ્યા છે. આ કેસમાં ગુનેગાર બનાવટી સિમ કાર્ડનો જ ઉપયોગ કરે છે. તેથી તેમને ટ્રેક કરવા મુશ્કેલ થઈ જાય છે. અમુક સમયથી વ્હોટ્સએપ અને અન્ય OTT પ્લેટફોર્મ પર પણ આ પ્રકારના કામ થઈ રહ્યા છે. અહીં ફ્રોડસ્ટર્સ ફેક આઈડેન્ટિટીની મદદથી લોકોને ઠગવાનુ કામ કરી રહ્યા છે. ટેલિકોમ મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં જ જણાવ્યુ હતુ કે કોલ રિસીવ કરનારને ખબર હોવી જોઈએ કે તેમને ફોન કરનાર કોણ છે. આ તમામ પ્રકારના કોલ્સ પર લાગુ થાય છે. 

કેટલી સજાની જોગવાઈ

Indian Telecommunication Bill, 2022માં એવા કેસમાં સજાની જોગવાઈ છે. ખોટી ઓળખ જણાવીને ટેલિકોમ સર્વિસનો ઉપયોગ કરવા પર વ્યક્તિને એક વર્ષની જેલ કે 50 હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે. આ સિવાય તેમની ટેલિકોમ સર્વિસ સસ્પેન્ડ પણ કરવામાં આવી શકે છે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/s6gDYxz