નવી દિલ્હી, તા. 09 સપ્ટેમ્બર 2022, શુક્રવાર

એપલએ ઈમરજન્સી સેટેલાઈટ કનેક્ટિવિટી અને કાર ક્રેશ ડિટેક્શન ટેકનોલોજી જેવા ફીચર્સથી સજ્જ આઈફોન 14 અને આઈફોન 14 પ્રો લોન્ચ કર્યા છે. કંપનીએ અમેરિકાના કપર્ટિનો સ્થિત પોતાના હેડક્વાર્ટરમાં આ નવા હેન્ડસેટના ચાર વર્જન ઔપચારિક રીતે લોન્ચ કર્યા.

કોરોના મહામારી બાદ પહેલીવાર એવુ થયુ કે એપલની કોઈ ઈવેન્ટમાં ઘણા લોકો લોન્ચિંગમાં સામેલ થયા હતા.

વધુ વાંચો: Appleએ લોન્ચ કર્યા સૌથી મોંઘા iPhones, જાણો કિંમત

iPhone 14

એપલ આઈફોન 14ને બે સાઈઝમાં લાવી રહ્યુ છે. પહેલા મોડલનુ નામ આઈફોન 14 અને બીજાનુ નામ આઈફોન 14 પ્લસ રાખવામાં આવ્યુ છે. નવુ મોડલ સેટેલાઈટની મદદથી ઈમરજન્સી કોલ કરવામાં સક્ષમ હશે. આ ફોન માથા ઉપર આકાશમાં ગુજરતા સેટેલાઈટનુ લોકેશન ટ્રેક કરી શકશે. 

એક સામાન્ય મેસેજ મોકલવામાં આ ડિવાઈસને 15 સેકન્ડથી અમુક મિનિટ લાગી શકે છે. કંપનીના ચીફ એનાલિસ્ટ બેન વુડએ કહ્યુ, સેટેલાઈટ ક્ષમતા વિકસિત કરવામાં આવેલા રોકાણને અવગણી શકાય નહીં. 

એપલને આ ગુથ્થીને ઉકેલવામાં ઘણા વર્ષો લાગ્યા છે. સેટેલાઈટ પ્રોવાઈડર ગ્લોબલસ્ટારની સાથે એક બિઝનેસ કરાર કરવામાં આવ્યા છે. ઈમરજન્સી સેવાઓને મેસેજ મોકલવા માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને તૈયાર કરવામાં આવ્યુ છે.

ટેક એનાલિસ્ટ પાઓલો પેસ્કાટોરનુ માનવુ છેકે આ નવુ ફીચર અઘરા વિસ્તારોમાં રહેતા ગ્રાહકો માટે સારા સમાચાર છે. એ જોઈને સારુ લાગે છે કે સર્વિસ પ્રોવાઈડર સેટેલાઈટના ઉપયોગને લઈને ગંભીર થઈ રહ્યા છે. વિશ્વાસુ અને મજબૂત કનેક્ટિવિટીની ગ્રાહકોની વચ્ચે ભારે માગ છે.

iPhone 14 કેમેરા

એપલએ આ સાથે જ 12 મેગાપિક્સલના એક નવા કેમેરાને રજૂ કર્યો છે. કંપનીનુ કહેવુ છેકે આ કેમેરા ઝડપથી મૂવ કરતી વસ્તુની તસવીર ખેંચવામાં સક્ષમ છે.

કંપનીનો એ પણ દાવો છે કે ઓછા પ્રકાશવાળા માહોલમાં તસવીર ખેંચવાના મામલે આ કેમેરા પહેલાની તુલનામાં 49 ટકા શ્રેષ્ઠ છે. ફ્રન્ટ કેમેરામાં પહેલીવાર ઓટોફોકસ ફીચર સામેલ કરવામાં આવ્યુ છે જેથી સેલ્ફી લેનારા આઈફોન યુઝર્સનો અનુભવ શ્રેષ્ઠ કરવામાં આવી શકે. એપલએ જણાવ્યુ કે આઈફોન યુઝર્સએ છેલ્લા 12 મહિના દરમિયાન ત્રણ ટ્રિલિયન કરતા પણ વધારે તસવીર ખેંચી છે. 

વધુ વાંચો: iPhone 14 આવતા જ કંપનીના સ્ટોર ઉપર જૂના મોડેલનું વેચાણ બંધ

iPhone 14 Pro

આઈફોન 14 પ્રો અને આઈફોન 14 પ્રો મેક્સની ડિઝાઈનમાં જે સૌથી મોટુ પરિવર્તન કરવામાં આવ્યુ છે. તે છે સ્ક્રીન. હવે આ કેપ્સ્યુલ જેવી લાગે છે. એપલ યુઝર ઘણીવાર બ્લેક નોચ ફીચરની ટીકા કરતા હતા. કંપનીએ આના બદલે ડાયનેમિક આઈલેન્ડ ફીચર લોન્ચ કર્યુ છે.

આ નોટિફિકેશન અનુસાર પોતાનુ લે-આઉટ બદલી શકશે. બીજુ મોટુ પરિવર્તન એ કરવામાં આવ્યુ છે કે આ હેન્ડસેટ હવે હંમેશા ઓન રાખી શકાય છે. જ્યારે ફોન ઉપયોગ નહીં કરો ત્યારે આની સ્ક્રીન મધ્યમ થઈ જશે અને આનો રીફ્રેશ રેટ પણ ઓછો કરવામાં આવ્યો છે.

ડાર્ક પર્પલ કલર સિવાય બ્લેક, સિલ્વર અને ગોલ્ડ કલર ઓપ્શનમાં આ હેન્ડસેટ ઉપલબ્ધ રહેશે. આઈફોન 14 પ્રોની અમેરિકામાં કિંમત 999 ડોલર છે જે ભારતીય કરન્સીમાં 80,000 રૂપિયાના લગભગ હશે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/TmGoB2U