
- 2019માં પ્રો અને પ્રો મૈક્સ મોડલના લોન્ચ બાદથી Apple એ પોતાના કોઈ પણન વર્ઝનને વધુ સમય સુધી નથી રાખ્યું
નવી દિલ્હી, તા. 05 સપ્ટેમ્બર 2022, સોમવાર
iPhone 14ના લોન્ચ થવાની વિશ્વભરમાં ખૂબ જ આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે પરંતુ તેના આવ્યા બાદ અનેક આઈફોન યુઝર્સને તડગો ઝટકો લાગી શકે છે. ઘણા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે નવા iPhone આવ્યા બાદ એપલ ઘણા વર્તમાન iPhone મોડલને બંધ કરી શકે છે. જો કે Apple એ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી પરંતુ જો તમે હાલનું મોડલ ખરીદવાનું વિચારી રહ્યા છો તો થોડી સાવચેતી રાખજો નહીંતર તમારે પસ્તાવું પડી શકે છે. અનેક અહેવાલોએ સંકેત આપ્યા છે કે, Apple iPhone 14ના લોન્ચ બાદ જૂના iPhones ખાસ કરીને iPhone 11 બંધ કરી શકે છે પરંતુ હવે આ લિસ્ટમાં વધુ નામો ઉમેરવામાં આવ્યા છે. Apple પણ આવું એટલા માટે કરે છે જેથી નવા મોડલના વેચાણને અસર ન થાય. અહીં iPhone મોડલ છે જેના અસ્તિત્વ પર iPhone 14 ના લોન્ચિંગ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે.

iPhone 11
એક અહેવાલ પ્રમાણે Apple iPhone 11ને બંધ કરી શકે છે. કારણ કે, તે નવા iPhone SE 3ના વેચાણને અસર કરી શકે છે. આ ઉપરાંત iPhone 11 5Gને સપોર્ટ નથી કરતો. એક રિપોર્ટમાં પણ એવો દાવો કરવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, Apple કદાચ જ રિલીઝ ડેટ બાદ 3 વર્ષથી વધુ સમય સુધી ફોન રાખે છે. iPhone 11ને સપ્ટેમ્બર 2019માં લોન્ચ કરવામાં આવ્યો હતો. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, Apple હવે તેને બંધ કરવાનો નિર્ણય લઈ શકે છે.

iPhone 13 Pro અને iPhone 13 Pro Max
છેલ્લા પેટર્નનું વિશ્લેષણ કરતા એ સૂચન આપવામાં આવે છે કે, Apple iPhone 13 Pro અને iPhone 13 Pro Maxને પણ બંધ કરી શકે છે. 2019માં પ્રો અને પ્રો મૈક્સ મોડલના લોન્ચ બાદથી Apple એ પોતાના કોઈ પણન વર્ઝનને વધુ સમય સુધી નથી રાખ્યું. સાથે જ નવા iPhone 14માં iPhone 13 Pro અને iPhone 13 Pro Max ના જ ચિપસેટ મળવાની આશા છે.

iPhone 12 mini
Apple કદાચ iPhone 14 mini ને નવા મોટા iPhone 14 Max અથવા Plusની તરફેણમાં છોડવા નથી માંગતુ કારણ કે, મિની વર્ઝન ભૂતકાળમાં અપેક્ષિત વેચાણના આંકડાઓ આપવામાં નિષ્ફળ ગયું હતું. તેને ધ્યાનમાં રાખી Apple iPhone 12 miniને પણ બંધ કરી શકે છે. પરંતુ ભલે Apple આમાંથી કોઈ પણ એક iPhoneને બંધ કરી દે તો પણ તમે તેને વિભિન્ન ઓનલાઈન રિટેલર્સ અને ઈ-કોમર્સ વેબસાઈટ પર ત્યાં સુધી ખરીદી શકો છો જ્યાં સુધી સપ્લાઈ બંધ ન થઈ જાય.
શું તમને ખબર છે?
Appleની ફ્લેગશિપ સીરિઝમાં iPhone 12 પહેલો 5G ફોન હતો. આ અગાઉ Appleએ 4G સેવાઓ આપવાનું ચાલું રાખ્યું હતું. એટલું જ નહીં આ iPhone 12 સીરિઝમાં મીની આઈફોન જોવા મળ્યો હતો જેમાં સ્ટાન્ડર્ડ iPhone 12 જેવા જ સ્પેસિફિકેશન હતા પરંતુ નાની સાઈઝમાં.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/w3HTpme
0 Comments