
નવી દિલ્હી,તા. 8 સપ્ટેમ્બર 2022, ગુરુવાર
Appleએ બુધવારે મોડીરાત્રે બજારમાં તેની નવી iPhone સીરિઝ લોન્ચ કરી છે. iPhone 14 લોન્ચ થતા જ આઈફોન લવર ખુશ થઈ ગયા છે પરંતુ જુના આઈફોન ધરાવતા અને યુઝર્સ અને લો પ્રાઈસના આઈફોન ઈચ્છતા લોકો માટે એક માઠાં સમાચાર છે.
iPhone14ના લોન્ચિંગની સાથે AirPods Pro 2nd Gen, Apple Watch Series 8 અને Apple Watch Ultra પણ Appleએ બજારમાં ઉતાર્યા છે. જોકે નવા પ્રોડકટોની લોન્ચિંગના 24 કલાકમાં જ અમેરિકન ટેક કંપનીએ તેના અમુક સિલેક્ટેડ આઇફોનને બંધ કરી દીધા છે.
દર વર્ષની જેમ આગામી પ્રો મોડેલે Appleના iPhone લાઇનઅપમાં આઉટગોઇંગ પ્રોનું સ્થાન લીધું છે. સરળ શબ્દોમાં કહીએ તો, કંપનીએ 2021માં આવેલા iPhone 13 Pro અને iPhone 13 Pro Maxને બંધ કરી દીધા છે. iPhone 13 Pro સીરિઝ કેટલાક મોટા અપગ્રેડ સાથે આવી હતી, જેમાં 120Hz રિફ્રેશ રેટ સાથે LTPO ડિસ્પ્લે, વધુ સારી ટ્રિપલ કેમેરા સિસ્ટમ અને લાંબી બેટરી લાઇફનો સમાવેશ થાય છે.
આ સિવાય કંપનીએ 2019માં લોન્ચ કરેલ ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ, 4GB RAM, 18W વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ ધરવતા iPhone 11ને પણ બંધ કરી દીધા છે. છેલ્લે Appleએ 2020માં રજૂ કરાયેલ iPhone 12 Miniને પણ બંધ કરી દીધું છે. તે 5G કનેક્ટિવિટી ધરાવતો પહેલો મિની આઇફોન હતો અને તે લોન્ચ સમયે OLED ડિસ્પ્લે સાથેનો સૌથી સસ્તો આઇફોન પણ હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર કંપનીએ iPhone 13 Pro, 13 Pro Max, iPhone 11 અને 12 Mini પણ બંધ કર્યા છે.
Appleના હવે કયા iPhone બજારમાં ?
iPhone SE થર્ડ જનરેશન (2022), iPhone 12, iPhone 13 Mini, iPhone 13, iPhone 14, iPhone 14 Plus, iPhone 14 Pro અને iPhone 14 Pro Max.
અત્રે ઉલ્લેખનીય છે કે Appleએ સત્તાવાર રીતે આ જૂના iPhone મોડલનું વેચાણ બંધ કરી દીધું છે. જોકે સ્ટોક પૂરો થાય ત્યાં સુધી આ મોડલ વિશ્વભરના તમામ રિટેલર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ રહેશે. હવે iPhone 11ના બંધ થવાથી Apple માત્ર 5G કનેક્ટિવિટીવાળા iPhone જ ઉપલબ્ધ કરાવે છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/ECg2fuc
0 Comments