નવી દિલ્હી, તા. 02 ઓગસ્ટ 2022 શુક્રવાર

નાસાએ દુનિયાના સૌથી શક્તિશાળી ટેલિસ્કોપ દ્વારા લેવામાં આવેલી આપણા સૌર મંડળની બહારના ગ્રહની પહેલી તસવીર શેર કરી છે.

નાસાએ જણાવ્યુ કે પહેલીવાર ખગોળવિદોએ પૃથ્વીની સોલર સિસ્ટમની બહારના ગ્રહની તસવીર લેવા માટે દુનિયાના સૌથી શક્તિશાળી ટેલિસ્કોપ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપનો ઉપયોગ કર્યો. નાસા અનુસાર ટેલિસ્કોપે HIP 65426 b નામના એક્સોપ્લેનેટની તસવીર લીધી છે. આ એક્સોપ્લેનેટ રહેવા યોગ્ય નથી અને આનુ દ્રવ્યમાન ગુરુ કરતા 6-12 ગણુ વધારે છે.

તસવીરોને ટ્વીટર પર શેર કરતા નાસાએ લખ્યુ કે આ દુનિયાથી બહારની વાત કરો. આ આપણા સૌર મંડળની બહાર કોઈ ગ્રહની વેબની પહેલી પ્રત્યક્ષ તસવીર છે અને આ વેબની દૂરની દુનિયાનો અભ્યાસ કરવાની ભવિષ્યની સંભાવનાઓનો સંકેત આપે છે. 

નાસાએ જણાવ્યુ કે આપણી 4.5 અરબ વર્ષ જૂની પૃથ્વીની તુલનામાં આ લગભગ 15થી 20 મિલિયન વર્ષ જૂનો છે. નાસાએ કહ્યુ કે અંતરિક્ષ મોટુ છે અને એક્સોપ્લેનેટ નાના છે અને અમારાથી ઘણા દૂર છે. આપણે ભૂલવુ જોઈએ નહીં કે આપણને પ્લુટો પર પોતાનુ પહેલુ વિસ્તૃત રૂપ 2015 સુધી નહોતુ મળ્યુ.

અગાઉના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે આપણા સૌર મંડળની બહાર એક ગ્રહ પર કાર્બન ડાયોક્સાઈડની જાણકારી મેળવી હતી. આ એક્સોપ્લેનેટનુ નામ  WASP-39 b છે અને આ પૃથ્વીથી 700 પ્રકાશ વર્ષના અંતરે છે. વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે આ ગુરુના મોટા ભાઈની જેમ છે. આ ગ્રહ પણ એક ગેસ જાયન્ટ છે અને સૂર્યની જેમ જ એક તારાની ચારેબાજુ ફરે છે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/CN9EyDe