- ચંદ્રયાન -2 ઓર્બિટર પર એક્સ-રે સ્પેક્ટ્રોમીટર ક્લાસને  પહેલીવાર ચંદ્રમાં પણ અધિક માત્રામાં સોડિયમ મેપિંગ કર્યું છે. ચંદ્રયાનની આ સફળતાથી ચાંદ પર સોડિયમની માત્રાની ખબર મળવાની ઉમ્મિદ પણ જાગી ગઇ છે.

- જે સપાટી પર સોડિયમ મળ્યું છે, તેને એક્સોસ્ફિયર કહેવામાં આવે છે. આ ક્ષેત્ર ચાંદની સપાટીથી શરૂ કરીને હજારો કિલોમીટર સુધી ફેલાયેલું છે.

અંતરિક્ષ અનુસંધાનમાં ઇસરો ધીરે ધીરે દુનિયાની સ્પેસ એજન્સિયોને પાછળ પાડી રહ્યા છે. હવે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો)નાં ચંદ્રાયાન -2 ને સ્પેસ રિસર્ચમાં મોટી સફળતા મળી છે. ચંદ્રયાન-2ને ચાંદની સપાટી પર પહેલીવાર વિશાળમાત્રામાં સોડિયમની ખબર મળી છે. આ સફળતાથી ચાંદ પર સોડિયમની માત્રાની ખબર મળવાની ઉમ્મિદ પણ જાગી ગઇ છે.

ઇસરોએ પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું કે ચંદ્રયાન-2 ઓર્બિટર પર એક્સ-રે સ્પેક્ટ્રોમીટર ક્લાસને પહેલીવાર ચંદ્રમા પર અધિકમાત્રામાં સોડિયમનું મેપિંગ કર્યું છે. નવા નિષ્કર્ષ ચંદ્રમા પર સપાટી-એક્સોસ્ફિયર ઇન્ટરેક્શનનાં અધ્યયન કરવાનું એક અવસર પ્રદાન કરે છે, જે આપણા સૌરમંડળનાં વિશે અન્ય જાણકારીઓ ઉપલ્બ્ધ કરાવશે.

ચંદ્રકણોથી જોડાયેલા હોય છે સોડિયમ પરમાણું

અંતરિક્ષ એજન્સીએ પોતાના નિવેદનમાં કહ્યું કે ચંદ્રયાન-2નો લાર્જ એરિયા સોફ્ટ એક્સ-રે સ્પેક્ટ્રોમીટર કે ક્લાસનાં યુઆર રાવ સેટેલાઇટ સેન્ટરમાં બનાવ્યું છે. જેણે ચાંદની સપાટી પર સોડિયમનાં સ્પષ્ટ સંકેત આપ્યા છે. એક અધ્યયન પ્રમાણે, ચાંદ પર સોડિયમ હોવાના સંકેત સંભવત સોડિયમ પરમાણુંઓની પતલી પરતથી ઉત્પન્ન થઇ શકે છે, જે કમજોર રીતે ચંદ્રકણોથી જોડાયેલા હોય છે.

 સૌર મંડળનાં અધ્યયનો રસ્તો ખુલ્યો

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ સોડિયમ પરમાણુંઓને સૌર હવા અથવા તો પરાજાંબલી વિકિરણનાં માધ્યમથી ચાંદની સપાટીથી આસાનીથી બહાર કાઢી શકાય છે. ઇસરોએ કહ્યું છે કે હાલ તો આ નિષ્કર્ષે અમારી ઉમ્મિદ વધારી દીધી છે. જે સપાટી પર સોડિયમ મળ્યું છે, તેને એક્સોસ્ફિયર કહેવામાં આવે છે. આ ક્ષેત્ર ચાંદની સપાટીથી શરૂ કરીને હજારો કિલોમીટર સુધી ફેલાયેલું છે. તેવામાં નવા નિષ્કર્ષોના આધાર પર તેનું અધ્યયન કરી શકાય છે, જેનાથી તે ખબર મેળવવામાં મદદ મળશે કે સાંદની સપાટી અને આપણા સૌર મંડળ પર બીજું શું શું છે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/5tzqVBJ