
નાસાના સુપર કમ્પ્યુટરની મદદથી વિજ્ઞાાનિકોએ ચંદ્રના સર્જનનો ચિતાર મેળવવાનો પ્રયોગ કર્યો હતો. અત્યાર સુધી એવી માન્યતા હતી કે ચંદ્રના સર્જનમાં વર્ષો કે સદીઓનો સમય લાગ્યો હતો. પરંતુ નાસાની નવી થિયરી કહે છે કે ચંદ્રનું સર્જન માત્ર ગણતરીની કલાકોમાં થયું હતું. ચંદ્ર એ પૃથ્વીનો જ એક હિસ્સો હોવાની શક્યતા છે.
ચંદ્રના સર્જનને લઈને અનેક થિયરી છે. ચંદ્રનું સર્જન વિજ્ઞાાનિકો માટે રહસ્ય છે. એ રહસ્ય ઉકેલવા માટે વર્ષોથી અલગ અલગ પદ્ધતિથી તારણ કાઢવામાં આવે છે. એવું જ એક તારણ નાસાના સંશોધકોએ ફરીથી રજૂ કર્યું છે. એ પ્રમાણે ચંદ્રનું સર્જન થતાં માત્ર થોડી કલાકોનો સમય લાગ્યો હતો.
નવી થિયરી પ્રમાણે મંગળના આકારનો એક ગ્રહ પૃથ્વી સાથે ટકરાયો હતો. એ ટક્કરના કારણે કેટલાક ટૂકડા થયા હતા અને એમાંનો જ એક વિશાળ ટૂકડો પૃથ્વીથી ૩,૮૪,૪૦૦ કિલોમીટરની ભ્રમણકક્ષાએ સ્થિર થઈ ગયો હતો. જે સમયાંતરે આકાર પામ્યો હતો અને ચંદ્રનું સર્જન થયું હતું. પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર આમ કલાકોમાં બન્યો હતો.
અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ ચંદ્ર પરથી સેમ્પલ મેળવીને તેનો અભ્યાસ કર્યો હતો. શરૃઆતમાં એવી થિયરી હતી કે કોઈ અવકાશી ગ્રહ ટકરાયો હશે અને પછી પૃથ્વીની ભ્રમણકક્ષામાં સેટ થયો હતો, પરંતુ સંશોધકોનું માનવું છે કે ચંદ્રની માટી અને ખડકો અન્ય ગ્રહો કરતાં પૃથ્વી જેવા વધારે છે. એટલે ચંદ્રની ઉત્પત્તિ પૃથ્વીમાંથી થઈ હોવાની શક્યતા સર્વાધિક છે.
આ પદ્ધતિનો ચિતાર મેળવવા માટે વિજ્ઞાાનિકોએ પહેલી વખત સુપર કમ્પ્યુટરમાં અલ્ટ્રા હાઈ રિઝોલ્યુશનનો ઉપયોગ કર્યો હતો. તેનાતી બ્રહ્માંડની બધી જ ગતિવિધિનો ચિતાર ઝીણવટભેર મેળવી શકાય છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/WmU86fc
0 Comments