- વૈજ્ઞાનિકોએ આવી નવી 3ડી પ્રિન્ટેડ રિંગ બનાવી 

- રિંગના પ્રોટોટાઈપમાં જાણીતા મચ્છર ભગાડનાર IR-3535નો ઉપયોગ કર્યો છે

- રિંગમાંથી નીકળતા મચ્છર વિરોધી સ્ત્રાવ ત્વચાને કોઈ નુકસાન કરતું નથી

નવી દિલ્હી,તા.13 ઓક્ટોબર 2022,ગુરૂવાર

જર્મનીની માર્ટિન લ્યુથર યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ આવી નવી 3ડી પ્રિન્ટેડ રિંગ બનાવી છે. તેને પહેરવાથી મચ્છર અને નાના જંતુઓ લાંબા સમય સુધી દૂર રહે છે. યુનિવર્સિટીના પ્રોફેસર રેએ એન્દ્રોસ્ચએ જણાવ્યું કે વૈજ્ઞાનિકોએ આ રિંગના પ્રોટોટાઈપમાં જાણીતા મચ્છર ભગાડનાર IR-3535નો ઉપયોગ કર્યો છે.

તેમાંથી નીકળતો મચ્છર વિરોધી સ્ત્રાવ ત્વચાને કોઈ નુકસાન કરતું નથી. ઇન્ટરનેશનલ જર્નલ ઑફ ફાર્માસ્યુટિકલ્સમાં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ, વૈજ્ઞાનિકોએ 3D પ્રિન્ટિંગ તકનીકથી બાયોડિગ્રેડેબલ પોલિમર્સમાં નિયંત્રિત કરવા માટે મચ્છર વિરોધી દ્રવ્ય પણ મોકલ્યું. ટીમનું ધ્યાન એક એવી વસ્તુ વિકસાવવા પર હતું જે સરળતાથી મચ્છરને દૂર રાખી શકે, જેમ કે પહેરી શકાય તેવી રિંગ અથવા બ્રેસલેટ.

એક અઠવાડિયાથી વધુ સમય સુધી કામ કરશે

ઘણા પ્રયોગો પછી, ટીમે અંદાજ લગાવ્યો કે 37 ડિગ્રી સેલ્સિયસ શરીરના તાપમાને મચ્છર વિરોધી પ્રવાહીને ઓગળવામાં એક અઠવાડિયા કરતાં વધુ સમય લાગશે. આમાં વપરાતી વસ્તુઓના વિકલ્પો પણ શોધી શકાય છે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/hevZTCV