
-અવકાશમાં ક્લેબસિએલા ન્યુમોનિયા નામના રોગની ઓળખ કરવામાં આવી
-અંતરિક્ષને જંતુમુક્ત બનાવવા માટે દુનિયાભરમાં સંશોધન ચાલી રહ્યું છે
-ત્રણ ફ્લાઇટમાંથી સૂક્ષ્મજીવાણુઓના નમૂના લેવામાં આવ્યા
નવી દિલ્હી, તા. 23 ઓક્ટોબર 2022, રવિવાર
અંતરિક્ષને જંતુમુક્ત બનાવવા માટે દુનિયાભરમાં સંશોધન ચાલી રહ્યું છે તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. અંતરિક્ષ યાત્રીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં લેતા ભારતને ટોચની સંસ્થાઓને નવા સંશોધનની તક મળી છે. પૃથ્વી પર પાછા ફરનારા અવકાશયાત્રીઓને વિવિધ રોગોથી બચાવી શકાય તે માટે વિવિધ સંસ્થાઓએ સાથે મળીને સંશોધન શરૂ કર્યું છે.
NASA અને ISRO ઉપરાંત, ભારતના IITians સ્પેસ સ્ટેશનને જંતુમુક્ત બનાવવા માટે અભ્યાસ પર કામ કરી રહ્યા છે. પૃથ્વી, હવા અને પાણીમાં રહેતા જીવાણુઓ પણ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર છે. આમાંથી કેટલાક જીવાણુઓ માણસોને નુકસાન પહોંચાડી શકે છે.
ભારતના અંતરિક્ષ વિજ્ઞાન સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે તાજેતરમાં જ અવકાશમાં ક્લેબસિએલા ન્યુમોનિયા નામના રોગની ઓળખ કરવામાં આવી હતી, ત્યારબાદ અંતરિક્ષ યાત્રીઓના સ્વાસ્થ્યને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી હતી. અમેરિકા અને યુરોપ સિવાય પણ ઘણા દેશો આવા વૈજ્ઞાનિક સંશોધનમાં જોડાયેલા છે.
રોબર્ટ બોશ સેન્ટર ફોર ડેટા સાયન્સ એન્ડ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, આઈઆઈટી મદ્રાસના પ્રોફેસર ડૉ. કાર્તિક રમને જણાવ્યું હતું કે, આ સંશોધન માટે, અવકાશમાં સાત આંતરરાષ્ટ્રીય સ્ટેશનો પર પહોંચેલા ત્રણ અલગ-અલગ ફ્લાઈટ્સ પર હાજર સૂક્ષ્મજીવાણુઓના નમૂના એકઠા કરવામાં આવ્યા છે, જેનું વિશ્લેષણ ચાલી રહ્યું છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/fr5K2SU
0 Comments