
અમદાવાદ, તા. 12 ઓક્ટોબર,2022, બુધવાર
એપલ ટૂંક સમયમાં ભારતમાં 5G સેવાઓ શરૂ કરવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 ઓક્ટોબરથી જ દેશમાં 5જી સેવાઓ શરૂ કરી છે. રોઇટર્સ અનુસાર એપલ ભારતમાં તેના આઈફોન મોડલને 5જી નેટવર્ક સાથે સુસંગત બનાવવા માટે ડિસેમ્બરથી અપગ્રેડ કરવાનું શરૂ કરશે. કંપનીએ કહ્યું છે કે તેઓ તાજેતરમાં લોન્ચ થયેલા મોડલમાં સોફ્ટવેરને અપગ્રેડ કરી રહ્યાં છે, જેમાં આઇફોન 14, 13, 12 અને આઇફોન એસઈ સામેલ છે.
એપલે એક નિવેદનમાં જણાવ્યું કે, અમે હાલમાં ભારતમાં આઇફોન પર શ્રેષ્ઠ 5જી સેવાનો અનુભવ લાવવા માટે ભારતમાં અમારા પાર્ટનરો સાથે કામ કરી રહ્યા છીએ. એક વખત નેટવર્ક વેલિડેશન અને ક્વોલિટી પરફોર્મન્સ ટેસ્ટ પૂર્ણ થઈ જાય બાદમાં તેને રોલઆઉટ કરવામાં આવશે."
રિપોર્ટ અનુસાર એપલ ડિસેમ્બર સુધીમાં આઈફોન 12 અને તેનાથી ઉપરના મોડલ પર 5જી સેવા અપડેટ કરવાની તૈયારી કરી રહ્યું છે. એપલ નવું આઈઓએસ અપડેટ રિલીઝ કરી શકે છે, જેના દ્વારા આ સેવા એક્ટિવ થઈ શકશે.
એપલ દિલ્હી અને મુંબઈ જેવા મેટ્રો શહેરોમાં એરટેલની 5જી સર્વિસ માટે ટેસ્ટિંગ કરી રહ્યું છે. જિયોના નેટવર્ક પર 5G રોલ આઉટ માટે પણ ટેસ્ટિંગ કર્યું છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/DmAnHoL
0 Comments