
- વિશ્વની લગભગ 88 ટકા વસ્તી જોખમમાં છે
- રોકેટ પરથી નિયંત્રણ ગુમાવ્યા બાદ ચીને તેના વિશે કોઈને જાણ કરી ન હતી
- આ રોકેટ મેંગટિયન મોડ્યુલ લઈને સ્પેસ સ્ટેશન પર ઉડાન ભરી હતી
નવી દિલ્હી,તા.3 નવેમ્બર 2022,ગુરૂવાર
પોતાનું સ્પેસ સ્ટેશન બનાવી રહેલા ચીનને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. ચાઈનીઝ સ્પેસ એજન્સી દ્વારા મોકલવામાં આવેલ 23 ટન વજનનું રોકેટના લોન્ચિંગ બાદ તે નિષ્ફળ થઈ ગયું છે અને પૃથ્વી તરફ ફરી રહ્યું છે. આ રોકેટ મેંગટિયન મોડ્યુલ લઈને સ્પેસ સ્ટેશન પર ઉડાન ભરી હતી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ચીનના વૈજ્ઞાનિકો રોકેટને ઓર્બીટમાં સ્થાપિત કરી શક્યા નથી, ત્યારબાદ આ ભારે રોકેટ પૃથ્વી તરફ પડી રહ્યું છે. આ રોકેટ ગયા અઠવાડિયે લોન્ચ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ્સ અનુસાર, ચાઇનીઝ માનવયુક્ત સ્પેસ એજન્સી એ મેંગટિયન મોડ્યુલ સાથે લોંગ માર્ટ 5B રોકેટને તિયાંગોંગ સ્પેસ સ્ટેશન પર લોન્ચ કર્યું. રોકેટ વાતાવરણમાં તૂટી જવાની અને બળી જવાની આશંકા છે, પરંતુ કેટલાક ટુકડા જમીન પર પડી શકે છે. Space.com એ એરોસ્પેસ કોર્પોરેશનના કોર્પોરેટ ચીફ એન્જિનિયરની ઓફિસના સલાહકાર ટેડ મુએલહૌપ્ટને કહ્યું કે ચીનનો અવકાશ કાટમાળ સમગ્ર વિશ્વ માટે ખતરો છે. વિશ્વની લગભગ 88 ટકા વસ્તી જોખમમાં છે.
વર્ષની શરૂઆતમાં નિયંત્રણની બહાર ગયું હતું ચીની રોકેટ
આ વર્ષની શરૂઆતમાં પણ એક ચીની રોકેટ બેકાબૂ થઈને પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું હતું. સ્પેસ સ્ટેશન પર મોકલવામાં આવેલ તે બીજું રોકેટ હતું. લોન્ચ થયાના છ દિવસ બાદ જ તેણે નિયંત્રણ ગુમાવ્યું હતું. રોકેટ પરથી નિયંત્રણ ગુમાવ્યા બાદ ચીને તેના વિશે કોઈને જાણ કરી ન હતી. રાહતની વાત એ હતી કે રોકેટનો એક ભાગ હિંદ મહાસાગરમાં પડ્યો હતો.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/ckndG3H
0 Comments