- યુઝર નિયમો અને શરતોનું ઉલ્લંઘન કરતા જણાય ત્યારે એકાઉન્ટને બંધ કરાય છે
- સપ્ટેમ્બરમાં પ્રતિબંધિત એકાઉન્ટની સંખ્યા ઓગસ્ટની સરખામણીમાં 15 ટકા વધુ છે
- કંપનીને સપ્ટેમ્બરમાં 666 ફરિયાદો મળી હતી
નવી દિલ્હી,તા.2 નવેમ્બર 2022,બુધવાર
ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsAppએ સપ્ટેમ્બરમાં ભારતમાં 26.85 લાખથી વધુ એકાઉન્ટબ્લોક કર્યા છે. તેમાંથી 8.72 લાખ એકાઉન્ટ યુઝર્સ તરફથી કોઈ રિપોર્ટ મળે તે પહેલા જ બ્લોક કરી દેવામાં આવ્યા હતા. વોટ્સએપે તેના માસિક રિપોર્ટમાં આ જાણકારી આપી. અગાઉ ઓગસ્ટમાં કંપનીએ 23.28 લાખથી વધુ એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા હતા. સપ્ટેમ્બરમાં પ્રતિબંધિત એકાઉન્ટની સંખ્યા ઓગસ્ટની સરખામણીમાં 15 ટકા વધુ છે.
ઈન્ટરનેટને સુરક્ષિત અને ભરોસાપાત્ર બનાવવાની સરકારની ઈચ્છાના જવાબમાં, કંપનીના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે "આઈટી નિયમ 2021 મુજબ, અમે સપ્ટેમ્બર 2022 મહિના માટે રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. આ યુઝર-સેફ્ટી રિપોર્ટમાં મળેલી ફરિયાદો અને વોટ્સએપ કંપની દ્વારા લેવામાં આવેલી કાર્યવાહીની વિગતો છે. આમાં અમારા પ્લેટફોર્મ પરના દુરુપયોગને રોકવા માટે કંપની દ્વારા લેવામાં આવેલા પગલાંનો પણ સમાવેશ થાય છે."
પ્રવક્તાએ વધુમાં ઉમેર્યું હતું કે “WhatsApp એ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ મેસેજિંગ સેવાઓ વચ્ચેના દુરુપયોગને રોકવામાં ઇન્ડસ્ટ્રી લીડર છે. વર્ષોથી, અમે અમારા પ્લેટફોર્મ પર અમારા વપરાશકર્તાઓને સુરક્ષિત રાખવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને અન્ય તકનીકો, ડેટા વૈજ્ઞાનિકો અને વધુનો ઉપયોગ કર્યો છે.
સોશિયલ મીડિયા યુઝર્સની ફરિયાદોના નિવારણ માટે સરકાર દ્વારા નિયુક્ત અપીલ સમિતિની રચના ત્રણ મહિનામાં કરવામાં આવશે. લેટેસ્ટ વોટ્સએપ રિપોર્ટ અનુસાર, કંપનીને સપ્ટેમ્બરમાં 666 ફરિયાદો મળી હતી પરંતુ માત્ર 23 સામે જ કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે યુઝર નિયમો અને શરતોનું ઉલ્લંઘન કરતા જણાય છે ત્યારે જ વોટ્સએપ એકાઉન્ટને પ્રતિબંધિત કરવામાં આવે છે. આમાં સ્પામ અને બોટ્સનો સમાવેશ થાય છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/SnmvY7i
0 Comments