
અમદાવાદ, તા.25 નવેમ્બર 2022, શુક્રવાર
સ્માર્ટફોન ફાટી જવાના કેટલાય અહેવાલો સામે આવતા હોય છે. લોકો આમાં મોબાઈલ કંપનીને દોષી ઠેરવે છે. પરંતુ, કેટલીકવાર ગ્રાહકની પણ ભૂલ હોય શકે છે. જો સ્માર્ટફોનમાં કોઈ ખામી ન હોય તો યુઝરની બેદરકારીના કારણે સ્માર્ટફોન વિસ્ફોટ થઈ શકે છે અથવા ફોનમાં આગ પણ લાગી શકે છે.
સ્માર્ટફોનમાં ઓવરલોડ ચાર્જિંગથી બ્લાસ્ટ થવાની શક્યતા
મોબાઈલનો ઉપયોગ કરનારની નાનકડી બેદરકારી ખૂબ જ મોટું નુકસાનકારક સાબિત થઈ શકે છે. ઘણા કિસ્સાઓમાં ફોન ફાટવાથી યુઝરનો જીવ પણ જઈ શકે છે. આવી સ્થિતિમાં ફોનનો ઉપયોગ સાવધાનીથી કરવો જોઈએ. દરેક વ્યક્તિની પોતાની ક્ષમતા હોય છે, તેવું જ ફોનના કિસ્સામાં પણ હોય છે. જો તમારા સ્માર્ટફોન પર વધારે લોડ આવે છે તો તે ગરમ થવા લાગે છે. વધુ પડતી ગરમી ફોન બ્લાસ્ટનું એક કારણ બની શકે છે. આ કારણોસર ફોનની મેમરીમાં આપણે 75-80 ટકા સુધી ખાલી રાખવી અને એક સાથે ઘણી એપ્સ ન ખોલવી જોઈએ.
ફોનનું ઓરિજિનલ ચાર્જર જ વાપરવું
ફોનને હંમેશા ઓરિજિનલ ચાર્જરથી ચાર્જ કરવો જોઈએ. ઘણી વખત આપણે તેની અવગણના કરીએ છીએ. આનાથી ફોનની બેટરી પર અસર પડી શકે છે. ખોટા ચાર્જરનો ઉપયોગ કરવાથી ફોનની બેટરી ગરમ થાય છે. ઉપરાંત લાંબા સમય સુધી ચાર્જ કરવાથી ફોન બ્લાસ્ટ થઈ શકે છે.
ચાર્જ કરતી વખતે ફોનનો ઉપયોગ કરવાનું ટાળો
જો તમે પણ ફોન ચાર્જ કરતી વખતે ગેમ રમો છો કે વાત કરો છો તો તરત જ તેને બંધ કરી દોજો. ચાર્જ કરતી વખતે ફોનનો ઉપયોગ કરવો એ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપે છે. જ્યારે ફોન ચાર્જ થઈ રહ્યો હોય ત્યારે તે ગરમ થાય છે. આ દરમિયાન તેના ઉપયોગથી ફોન વધુ ગરમ થઈ શકે છે અને ગંભીર અકસ્માત થઈ શકે છે.
મેજિક ચાર્જરનો ઉપયોગ કરવો પડી શકે છે ભારે
ઘણી વખત બ્લાસ્ટના કિસ્સામાં એવું સામે આવ્યું છે કે, લોકો ફોનમાંથી બેટરી કાઢીને મેજિક ચાર્જરથી ચાર્જ કરે છે. જો કે તેમ કરવું ખૂબ જ જોખમી સાબિત થઇ શકે છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/ndPpVC3
0 Comments