
ન્યૂયોર્ક,૧ નવેમ્બર,૨૦૨૨,સોમવાર
મલેરિયા એક એવી બીમારી જેની સામે માનવજાત સદીઓથી ઝઝુમે છે. આજે પણ કોઇ પણ સંક્રમિત બિમારી કરતા મલેરિયાથી થતા મુત્યુનું પ્રમાણ વધારે છે. વિશ્વમાં ૨૪ કરોડથી વધુ લોકોને મલેરિયા થાય છે.૨૦૨૦માં ૬.૨૦ લાખથી વધુ લોકોનો મલેરિયાએ ભોગ લીધો હતો.
આમ તો મેલેરિયાની દવા અને સારવાર લેવાથી રોગ મટી જાય છે તેમ છતાં મૃત્યુદરનું પ્રમાણ ખૂબ વધારે છે. મચ્છરથી ફેલાતો આ રોગ એક કરતા વધુ વખત પણ થાય છે. તેની કાયમી રસી શોધાઇ નથી. સંશોધનો અને પ્રયોગો થયા છે તેમાં મલેરિયા વેકસિન ૩૦ ટકા જેટલી જ સફળ છે એટલું જ નહી તેના ચાર ડોઝ લેવા પડે છે.
આવા સમયે આફ્રીકાના સંશોધકોએ એવી દવાની શોધ કરી છે જે લેવાથી કમસે કમ ૬ મહિના સુધી મલેરિયા થતો નથી. વેકિસનનો હેતું શરીરની પ્રતિરોધ ક્ષમતા વધારવાનો હોય છે. જો કે નવા સ્ટડી મુજબ શરીરમાં મલેરિયા સામે લડે તેવા એન્ટીબોડી દાખલ કરવામાં આવે છે. પ્રયોગશાળામાં તૈયાર કરવામાં આવેલા એન્ટીબોડી શરીર દ્વારા આપમેળે તૈૈયાર થતા એન્ટીબોડીની રાહ જોતા નથી. કૃત્રિમ રીતે શરીરમાં નાખવામાં આવેલા એન્ટીબોડી મેલેરિયા સામે લડે છે.

આ અંગેના સંશોધનનું નેતૃત્વ માલીની બામકો યુનિવર્સિટી ઓફ સાયન્સ અને ટેકનીકસ એન્ડ ટેકનોલોજી યુનિવર્સિટીમાં ભણાવતા ડો કસૂમ કાયેંતાઓ કરી રહયા છે. તેમણે કાલિફાબોગૂ અને ટોરોડો ગામમાં આને લગતા પરીક્ષણો કર્યા હતા.
તેમનું માનવું છે કે હાલમાં મલેરિયાનું જે વેકિસન છે તે મોટી સંખ્યામાં લોકોને સુરક્ષિત રાખી શકે તેમ નથી. મચ્છરના ઉપદ્રવ દરમિયાન એક દિવસમાં કમસેકમ બે વાર મચ્છર ત્રાટકે છે. આવા સંજોગોમાં એન્ટીબોડિઝ બહારથી આપવાના પ્રયોગો ખૂબજ મહત્વના છે.

અમેરિકાની નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ હેલ્થ ડ્રીપ દ્વારા આપી શકાય તેવી રસી શોધી છે પરંતુ આ રીતે એક સાથે કરોડો લોકોને દવા આપી શકાય તેમ નથી. આથી એન્ટીબોડી દવા દાખલ કરીને ૬ મહિના સુધી સુરક્ષિત રહી શકાય છે. સંશોધકો મેલેરિયાની દવાની વયસ્કો ઉપરાંત બાળકો પર પણ પ્રયોગ કરી રહયા છે. ન્યુ ઇગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત આ સંશોધન સિએટલ ખાતેની એક મેડિકલ કોન્ફરન્સમાં રજૂ કરવામાં આવ્યું હતું. આવી
દાખલ કરવામાં આવતા આ એન્ટીબોડી અલગ રીતે કામ કરે છે. તે મલેરિયા ફેલાવતા મચ્છરથી માણસના શરીરમાં પહોંચનારી પરજીવીઓના જીવનચક્રને અવરોધે છે. એન્ટીબોડી અવિકસિત પરજીવીઓ લીવરમાં પહોંચે તે પહેલા જ નિશાન બનાવે છે. વિકસિત પરજીવીઓ લીવર સુધી પહોંચ્યા પછી અનેક ગણા વધી જાય છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/WOiRr0k
0 Comments