ઓટારિયો,૧૦ નવેમ્બર,૨૦૨૨,ગુરુવાર 

જીનેટિક બીમારીઓ અટપટ્ટી હોય છે પરંતુ ૧૬ મહિનાની આયલા બશીર  જન્મ લે તે પહેલા ગર્ભમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. ગર્ભમાં જ જીનેટિક બીમારીને દૂર કરવામાં સફળતા મળી હોય તેવી દુનિયાની પ્રથમ ઘટના છે. આયલા કેનેડાના ઓટારિયોમાં રહે છે. આયલા બશીરના પરિવારમાં જીનેટિક રોગ હોવાથી શરીરમાં અમુક પ્રકારના પ્રોટિન બનતા ન હતા. તેના માતા પિતા આ આનુવંશિક રોગના લીધે બે પુત્રીઓને ગુમાવી ચૂકયા હતા. પ્રથમ પુત્રીએ અઢી મહીનામાં અને બીજીએ સાડા આઠ મહીનામાં દુનિયાને અલવિદા કરી હતી પરંતુ ૧૬ મહીનાની આયલા એકદમ સ્વસ્થ છે. 

આ ઓપરેશન કોવિડ મહામારી ટોચ પર હતી ત્યારે થયું હતું જેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના તબીબોની એક ટીમ એકઠી થઇ હતી. આ અંગેની માહિતી ન્યૂ ઇગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત થતા હવે જાણવા મળી છે. લેખમાં જણાવ્યા અનુસાર આ સફળતા ભુ્રણ ઇલાજની દિશામાં ખૂબ મહત્વની છે. ઓટાવા હોસ્પીટલના ભુ્ણ નિષ્ણાત તબીબ કેરેન ફૂંજ કી ફૂંગના જણાવ્યા અનુસાર જન્મ લે એ પછી આનો ઇલાજ કરવો વધારે અઘરો છે

કારણ કે એનાથી શરીરને જે નુકસાન થયું હોય છે. આથી ભુ્રણની સર્જરી માટે અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીના સેન્ટર ફોર મેટર્નલ ફીટર પ્રોસિજન મેડિસનની નિર્દેશક અને બાળક રોગ નિષ્ણાત ડો ટિપી મેકિંજી દ્વારા વિકસિત ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોરોના સંક્રમણ વ્યાપક ફેલાયું હોવાથી આયલાના માતા પિતા ઓંટારિયોથી કેલિફોર્નિયા જઇ શકે તેમ ન હતા. આવા સંજોગોમાં બંને તબીબોએ એક બીજાની મદદ લઇને સર્જરી કરી હતી.

આ એક એવો પ્રયોગ હતો જેને લઇને ગંભીર હોવાની સાથે ઉત્સાહિત પણ હતા. સર્જરી માટે ગર્ભનાળ દ્વારા લોહી ચડાવવામાં આવ્યું હતું પરંતુ દવાઓ આપવામાં આવી ન હતી. ગર્ભનાળ દ્વારા જ એન્જાઇમ આપવામાં આવ્યા. આયલાની માતાના પેટમાં સોય નાખીને ગર્ભનાળ સુધી પહોંચાડવામાં આવ્યું. ગર્ભ ધારણના ૨૪ અઠવાડિયા પછી  બે વાર આ પ્રકિયા ત્રણ હપ્તામાં કરવામાં આવી હતી. દરેક એક લાખ બાળકોમાં આનુવાંશિક રોગ હોય છે. સુજન પ્રકારની સમસ્યા ટાળવા માટે આયલાના શરીરમાં રોગપ્રતિકારક શકિતને ધીમી કરવામાં આવી હતી. આનુવાંશિક બીમારીને ગર્ભમાં જ મટાડવાનું દુનિયાનું આ પ્રથમ ઓપરેશન હતું. 



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Eu0sHNt