- આ એપ યુનિવર્સિટીના ઈનોવેશન સેન્ટર દ્વારા તૈયાર કરાઈ રહી છે 

- આ એપને હેલ્થ કુંડલી નામ આપવામાં આવ્યું છે 

- સામાન્ય લોકોના મોબાઇલ સુધી પણ પહોંચશે આ એપ્લિકેશન 

- આ એપમાં અત્યાર સુધીમાં 15 થી વધુ રોગોની માહિતી ઉમેરાઈ છે  

ઝાંસી, તા. 15 નવેમ્બર 2022, મંગળવાર

બુંદેલખંડ યુનિવર્સિટી દ્વારા એક એપ તૈયાર કરવામાં આવી રહી છે, જે લોકોને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રાખવામાં મદદરૂપ સાબિત થશે. આ ખાસ એપ યુનિવર્સિટીના ઈનોવેશન સેન્ટર દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. આ એપને હેલ્થ કુંડલી નામ આપવામાં આવ્યું છે. ટૂંક સમયમાં આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવશે અને તે સામાન્ય લોકોના મોબાઇલ સુધી પહોંચશે. આ એપની મદદથી તમે તમારા કામ અને દિનચર્યાના આધારે પોતાને થઈ શકે તેવી સંભવિત બીમારીઓ વિશે જાણી શકો છો. આ સાથે, આ એપ તમને તમારા સ્વાસ્થ્યને જાળવવા સંબંધિત સચોટ માહિતી આપશે.

હેલ્થ કુંડલી નામની આ એપમાં અત્યાર સુધીમાં 15 થી વધુ રોગોની માહિતી ઉમેરવામાં આવી છે. એપ તૈયાર કરનાર ડો.લવકુશ દ્વિવેદીએ જણાવ્યું કે આ એપમાં રોગોની સંખ્યા વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, આ એપ કેટલાક પ્રશ્નોના જવાબોના આધારે ભવિષ્યમાં કોઈપણ રોગની ઘટનાની આગાહી કરશે. આ સાથે આ રોગની સારવારની રીત પણ જણાવવામાં આવશે. આ સાથે આ એપમાં આરોગ્ય વિભાગ સાથે જોડાયેલી મોટી સંસ્થાઓ અને હેલ્પલાઈન નંબરોની માહિતી પણ ઉપલબ્ધ થશે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/GXu436P