
- વૈજ્ઞાનિકોએ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના અવાજની શોધ કરી
નવી દિલ્હી, તા. 01 નવેમ્બર 2022, મંગળવાર
યૂરોપિયન સ્પેસ એજન્સી (European Space Agency (ESA)) એ આ સપ્તાહમાં એક ડરામણો ઑડિયો રિલીઝ કર્યો છે. આ ઑડિયો 5 મિનિટ અને 10 સેકન્ડનો છે. તેમાં સાંભળી શકાય છે કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો અવાજ કેવો છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસા પ્રમાણે, પૃથ્વીનું આંતરિક ચુંબકત્વ (તેને મેગ્નેટોસ્ફિયર કહેવાય છે) ગ્રહની આસપાસ ધૂમકેતુ આકારનું એક ક્ષેત્ર બનાવે છે. જે તેને સૂર્ય અને કોસ્મિક કણોના રેડિએશનથી રક્ષણ આપવાની સાથે વાતાવરણને સૌર પવનો સામે એક આવરણ પૂરૂ પાડે છે.
હકીકતમાં, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એક જટિલ અને ગતિશીલ આવરણ છે. તે પૃથ્વીને કોસ્મિક રેડિએશન અને સૂર્યમાંથી નીકળતા ચાર્જ કણોથી રક્ષણ આપે છે. ESA અનુસાર ડેન્માર્કની ટેકનિકલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ચુંબકીય સંકેતોને ધ્વનિ સંકેતોમાં રૂપાંતરિત કર્યા છે અને તેનો અવાજ ખૂબ જ ડરામણો છે. તેમના મતે, પરિણામ ખૂબ જ ડરામણા છે. પૃથ્વીનું આ ચુંબકીય ક્ષેત્ર જોઈ શકાતું નથી પરંતુ પ્રથમ વખત વૈજ્ઞાનિકો તેના સંકેતોને ધ્વનિ સંકેતોમાં રૂપાંતરિત કરવામાં સફળ થયા છે.
ડેન્માર્કની ટેકનિક્લ યુનિવર્સિટીના સંગીતકાર અને પ્રોજેક્ટ સપોર્ટર ક્લાઉસ નીલ્સને આ અભિયાન વિશે જણાવ્યું હતું કે, 'ટીમે યુરોપિયન સ્પેસ એજન્સીના સમૂહ ઉપગ્રહો તેમજ વિવિધ સ્ત્રોતોના ડેટાનો ઉપયોગ કર્યો હતો. વધુમાં, આ ચુંબકીય સંકેતોનો ઉપયોગ મુખ્ય પ્રદેશના ધ્વનિ પેટર્નને અસરકારક રીતે પ્રયોગ અને નિયંત્રિત કરવા માટે કરવામાં આવ્યો હતો. કલા અને વિજ્ઞાન બન્નેને એક સાથે લાવવા માટે આ પ્રોજેક્ટ ચોક્કસપણે એક લાભદાયી કવાયત છે.'
ESA મુજબ, દરેકને અહેસાસ કરાવવામાં આવ્યો છે કે ચુંબકીય ક્ષેત્રનું અસ્તિત્વ છે અને ભલે તેનો અવાજ થોડો હ્રદય દ્રાવક છે પરંતુ પૃથ્વી પરનું જીવન તેના પર નિર્ભર છે. નીલ્સનના જણાવ્યા અનુસાર, અમે કોપનહેગનમાં સોલ્બગર્જ સ્કવેરમાં એક ખૂબ જ રસપ્રદ સાઉન્ડ સિસ્ટમ પ્રાપ્ત કરી છે. આ માટે 30થી લાઉડસ્પીકર જમીનમાં દાખલ કરવામાં આવ્યા છે. અમે તેને એવી રીતે લગાવ્યા છે કે દરેક સ્પીકર પૃથ્વી પરના વિવિધ સ્થળોનું પ્રતિનિધત્વ કરે અને બતાવે કે છેલ્લા 1,00,000 વર્ષોથી આપણા ચુંબકીય ક્ષેત્રમાં શું પરિવર્તન આવ્યુ છે. વૈજ્ઞાનિકોએ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના અવાજની શોધ કરી છે તેનો ખુલાસો 24 ઓક્ટોબર 2022ના રોજ કરવામાં આવ્યો હતો.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Wg7Xo2F
0 Comments