
નવી દિલ્હી,તા.18 નવેમ્બર-2022, શુક્રવાર
ફ્યૂચરમાં સ્માર્ટફોન કેવા હશે ? જેને ભવિષ્ય જોયું હોય તેની પાસે જ આનો ચોક્કસ જવાબ હોઈ શકે છે. પાછલા વર્ષોમાં રોલેબલ અને ફોલ્ડેબલ ડિવાઈસીસ ટેકનોલોજીનો ટ્રેન્ડ ખુબ જોવા મળ્યો. તો આવનારા સમયમાં આવી ટેકનોલોજીને પણ ટક્કર મારે તેવી ટેકનોલોજી તમારા હાથમાં હોઈ શકે છે. ફોલ્ડેબલ અને ફ્લિપ સ્માર્ટફોનની વાત કરીએ તો આ સેક્ટરમાં સૌથી વધુ ટેકનોલોજી પર સેમસંગ કામ કરી રહી છે.

LG લાવી સ્ટ્રેચેબલ ડિસ્પ્લે
કંપની સતત નવા ફોલ્ડેબલ અને ફ્લિપ ફોન લોન્ચ કરી રહી છે. અન્ય કંપનીઓ પણ ફોલ્ડ અને ફ્લિપ સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. જોકે માર્કેટમાં સૌથી વધુ અસરકારક ટેકનોલોજી સેમસંગ સિવાય અન્ય બ્રાન્ડની જોવા મળતી નથી. જોકે હવે LGએ એવી ડિસ્પ્લે રજુ કરી છે, જે સ્માર્ટફોન માર્કેટ અને સ્માર્ટફોન રસિયાઓને ચોંકાવી શકે છે.
ડિસ્પ્લે ખેંચીને 12 ઈંચથી 14 ઈંચની કરી શકાશે
LG કંપની વિશ્વનું પ્રથમ હાઈ-રિઝોલ્યુશન ધરાવતું સ્ટ્રેચેબલ ડિસ્પ્લે લઈને આવી છે. આ ડિસ્પ્લેને તમે ફોલ્ડ પણ કરી શકો છો અને ટ્વિસ્ટ પણ કરી શકો છો. એટલું જ નહીં આ ડિસ્પ્લેને ખેંચીને મોટું પણ કરી શકાય છે. કંપનીનું માનીએ તો 12 ઈંચની ડિસ્પ્લેને ખેંચીને 14 ઈંચની કરી શકાય છે અને આમાં ડિસ્પ્લે ખરાબ પણ થતું નથી.

...તો ફ્યુચરમાં હશે આવા સ્માર્ટફોન
LGના આ ડિસ્પ્લેને બનાવવા રિસાઈલેંટ ફિલ્મનો ઉપયોગ કરાયો છે. જ્યારે આ ટેકનોલોજીને સંપૂર્ણ રીતે તૈયાર થશે, ત્યારે સ્માર્ટફોન અને અન્ય ડિસ્પ્લે પ્રોડક્ટ્સને નવા યુગમાં લઈ જશે. કંપનીએ એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું કે, આ ડિસ્પ્લેમાં માઈક્રો-LED લાઈટનો ઉપયોગ થાય છે. ડિસ્પ્લેમાં લીનિયર વાયર્ડ સિસ્ટમની જગ્યાએ S-ફોર્મવાળા સ્પ્રિંગ વાયર્ડ સિસ્ટમનો ઉપયોગ કર્યો છે.
આ ડિસ્પ્લે કપડાંમાં પણ લગાવી શકાશે ?
LGએ જણાવ્યું કે, આ ડિસ્પ્લેનો ઉપયોગ સ્કિન વિયર, ક્લૉથિંગ, ફર્નિચર, ઓટોમોબાઈલ અને એરક્રાફ્ટમાં થઈ શકે છે. કંપનીએ જણાવ્યું કે, લાઇટવેઇટ ડિઝાઈનને કારણે આ ટેક્નોલોજીનો ઉપયોગ પોર્ટેબલ ડિવાઈસ બનાવવા માટે કરાશે. તેની મદદથી ડિવાઈસીસનું વજન પણ ઘટશે.

કંપની દ્વારા નવી ટેકનોલોજીને માત્ર રજુ કરાઈ
LGએ સ્પષ્ટ જણાવ્યું છે કે, કંપની સાઉથ કોરિયામાં ઘણી કંપનીઓ સાથે મળીને આ પ્રોડક્ટ પર કામ કરી રહી છે. જોકે હાલ માત્ર આ ટેકનોલોજીને શોકેસ કરવામાં આવી છે. હાલ આ ટેકનોલોજીનો કોઈ કોમર્શિયલ ડિવાઈસમાં ઉપયોગ કરાયો નથી.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/UOMNw6q
0 Comments