
અમદાવાદ, તા. 05 ડિસેમ્બર 2022 સોમવાર
જીવનમાં ટેક્સ્ટ મેસેજની મહત્વની ભૂમિકા છે અને દરરોજ કરોડો લોકો કેટલાક માધ્યમોથી ટેક્સ્ટ મેસેજ મોકલે છે. નવા આંકડા અનુસાર, આજે મોકલેલા દર ત્રણ ટેક્સ્ટ મેસેજમાંથી એક SMS દ્વારા સેન્ડ અને રિસીવ કરવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે વિશ્વનો પહેલો ટેક્સ્ટ મેસેજ ક્યારે મોકલવામાં આવ્યો હતો અને પહેલીવાર કોણે આનો ઉપયોગ કર્યો હતો ?
30 વર્ષ પહેલા મોકલવામાં આવ્યો હતો પહેલો SMS
રિપોર્ટ અનુસાર પહેલો ટેક્સ્ટ મેસેજ 3 ડિસેમ્બર 1992એ મોકલવામાં આવ્યો હતો અને ક્રિસમસની શુભકામનાઓ આપવામાં આવી હતી. વિશ્વનો પહેલો ટેક્સ્ટ મેસેજ 'મેરી ક્રિસમસ' હતો અને 15 અક્ષરવાળો હતો.
કોણે મોકલ્યો હતો પહેલો ટેક્સ્ટ મેસેજ
વિશ્વનો પહેલો ટેક્સ્ટ મેસેજ એન્જિનિયર નીલ પાપવોર્થે કોમ્પ્યુટરથી પોતાના બીજા સાથી રિચર્ડ જારવિસને મોકલ્યો હતો, જે કંપનીના ડાયરેક્ટર હતા. રિચર્ડને આ SMS ઓર્બિટલ 901 હેન્ડસેટ પર મોકલવામાં આવ્યો હતો.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/KF6djxh
0 Comments