ચીનના યુનાન પ્રાંતમાંથી મળેલા સમુદ્રી સજીવના મગજનું જીવાશ્મ ઓળખાયું છે. અત્યાર સુધી એમ મનાતું હતું કે મગજનું જીવાશ્મ બનતું નથી, પરંતુ આ ૫૩ કરોડ વર્ષ જૂના સજીવમાંથી મગજનું જીવાશ્મ મળતા નવા સમીકરણો બન્યા છે.
ચીનના યુનાન પ્રાંતમાંથી ૧૯૮૨માં અંદાજે ૫૩ કરોડ વર્ષ જૂનું જીવાશ્મ મળ્યું હતું. એ સમુદ્રી સજીવનું જીવાશ્મ હતું. કાર્ડિયોડિક્ટિયન કેટનુલમ પ્રકારના એ સજીવો સદીઓ પહેલાં લુપ્ત થઈ ગયા છે. આ સજીવો એક પ્રકારના કીડા હતા, જે સમુદ્રના પેટાળમાં રહેતા હતા.
એનું જીવાશ્મ મળ્યું ત્યારથી તેનો અભ્યાસ થતો હતો. એ દુનિયાનું સૌથી પ્રાચીન જીવાશ્મ છે. એ પહેલાંના જીવાશ્મના અવશેષો હજુ સુધી મળ્યાં નથી. જેને કેમ્બ્રિયન કાળ કહેવાયો છે એ સમયગાળામાં આ સજીવોની હયાતી હતી. ૪૦ વર્ષના ઊંડાણપૂર્વકના સંશોધન પછી આખરે સંશોધકોએ એ જીવાશ્મમાં દિમાગના જીવાશ્મને અલગ તારવ્યું છે. અત્યાર સુધી એવી માન્યતા હતી કે સજીવના મગજનું જીવાશ્મ બનતું નથી, પરંતુ આ જીવાશ્મમાં દિમાગનું જીવાશ્મ મળ્યું તેનાથી નવી વ્યાખ્યા બનશે.
વિજ્ઞાાનિકોએ આ ઘટનાને આશ્વર્યજનક ગણાવી હતી. મગજ સહિત આખી નર્વ સિસ્ટમની ઓળખ થઈ હોવાથી ઘણાં રહસ્યો આગામી સમયમાં ઉકેલાશે. બ્રિટનના કિંગ્સ કોલેજના પ્રોફેસર ફ્રેંક હિર્થે કહ્યું હતું કે આ સજીવોની કડી મેળવવા માટે બહુ જ  ઉપયોગી થઈ પડશે. તેનાથી સંશોધનની નવી દિશા ખૂલશે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/ZzvItWQ