લંડન, તા. 10 ડિસેમ્બર 2022 શનિવાર

નૉટિંઘમ યુનિવર્સિટીએ ડેથ પ્રિડિક્શન પર મોટી સફળતા મેળવી છે. નૉટિંઘમ યુનિવર્સિટીએ તાજેતરમાં જ ડેથ પ્રિડિક્શન પર એક રિસર્ચ કર્યુ. આ રિપોર્ટ અનુસાર માણસ ક્યારે મૃત્યુ પામશે તેની જાણકારી મેળવી શકાય છે. રિપોર્ટ અનુસાર AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા જાણકારી મેળવી શકાશે કે કોનું મૃત્યુ લગભગ ક્યારે થવાનુ છે.

નોટિંઘમ યુનિવર્સિટીએ ડેથ પ્રિડિક્શનને લઈને બ્રિટનમાં 40થી 69 વર્ષની ઉંમર ધરાવતા લગભગ 1,000 લોકો પર એક રિસર્ચ કર્યુ. આ લોકો ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓથી પીડિત હતા. રિસર્ચમાં આ લોકોની હેલ્થ પર ઝીણવટપૂર્વક નજર કરવામાં આવી. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી એ સમજવાનો પ્રયત્ન કરવામાં આવ્યો કે ક્યારે આ લોકોની તબિયત બગડે છે અથવા ક્યારે આમનું મોત નીપજ્યુ.


પ્રીમેચ્યોર ડેથ પર કામ કરશે ટેસ્ટ!

આ રિસર્ચ સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોનું માનવુ છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી માણસના મોતની જાણકારી મેળવી શકાય છે. વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે જો ખાસ પરિસ્થિતિઓમાં મોતનો ટ્રેન્ડ સમજી શકાય તો ડોક્ટર તે દર્દીઓ સિવાય જેમનું મોત નજીક છે તેમની પર ધ્યાન આપી શકે જેમના જીવવાની શક્યતા વધારે છે. જોકે આ માત્ર પ્રીમેચ્યોર ડેથ પર કામ કરશે, નેચુરલ ડેથ વિશે કંઈ ખબર પડશે નહીં. 

ડેથ પ્રિડિક્શન ટેસ્ટમાં શુ હશે?

વૈજ્ઞાનિકો અનુસાર ડેથ પ્રિડિક્શન ટેસ્ટ એક રીતે બ્લડ ટેસ્ટની જેમ જ હશે. એક્સપર્ટ આમાં કંઈક અલગ બાયોમાર્કર જોઈને નક્કી કરી શકશે કે દર્દીનું મોત આગામી બે થી પાંચ વર્ષોની અંદર થશે કે નહીં. જોકે, વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કર્યુ કે આ સ્ટડી હાલ પોતાના શરૂઆતી સ્ટેજમાં છે, તેથી પાક્કુ કંઈ કહી ના શકાય કે આના દાવા કેટલા સાચા છે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/FJscmCZ