
શું તમે જાણો છો કે કારના ડેશબોર્ડ પર લગાવવામાં આવતી લાઈટની કામગીરી શું હોય છે? અહિયાં વાંચો વિગતે..
કોઈ પણ કારના ડેશબોર્ડની બનાવટમાં કેટલીક ડીઝાઇન, આકૃતિઓ અને ટેકનીકો રહેલી હોય છે. તમે જાણતા જ હશો કે પહેલા ડેશબોર્ડ પર ખાલી વાહનની સ્પીડ, ઓઈલ પ્રેશર અને ફયુલ લેવલની માહિટી સુધી જ સીમિત હતું, પણ હવે લેટેસ્ટ ડેશબોર્ડમાં ગેઝ, ક્લાઈમેટ કંટ્રોલ સીસ્ટમ, એન્ટરટેઈનમેન્ટ સીસ્ટમ અને બીજા કંટ્રોલ સિસ્ટમની એક મોટી શ્રેણી આપવામાં આવે છે.
અમુક ડેશબોર્ડમાં વિભિન્ન વોર્નિંગ લાઈટસ પણ હોય છે. જે ડ્રાઈવરને અલગ-અલગ જાણકારી આપે છે, સંકટ સમયની સ્થિતિમાં યોગ્ય નિર્ણય લેવા પર પણ મદદ કરે છે. તો આવો જાણીએ કે ડેશબોર્ડ પર આપવામાં આવેલી આ વોર્નિંગ લાઈટ્સની વિશષ્ટતા અને એનો ઉપયોગ.
બ્રેક વોર્નિંગ:
એક સર્કલની અંદર રેડ લાઈટ હોય છે જે ત્યારે દેખાય છે જયારે કારમાં બ્રેકમાં કોઈ સમસ્યા ઉભી થાય છે. બ્રેક એ કારનો એક અગત્યનો પાર્ટ છે એટલે એની તરત તપાસ કરાવવાની સલાહ આપવામાં આવે છે જેથી અકસ્માતને નિવારી શકાય, બ્રેક ફ્લુઈડનું લેવલ ઓછું હોવાને કારણે પણ આ લાઈટ સિગ્નલ આપે છે જેથી જેટલું જલ્દી બની શકે તેટલું બ્રેક ફ્લુઈડ ભરાવી દેવાય.
એન્જીન એલર્ટ:
આ માત્ર ઈલેક્ટ્રીકલ સેન્સર ખરાબ થવા પર સંકેત આપશે. આનાથી તમને મહત્ત્વપૂર્ણ મીકેનીકલ સમસ્યાથી બચાવશે. જો તમે આ લાઈટના સંકેત પછી પણ કાર ચલાવશો તો તે તમારી કાર માટે ઘણું નુકસાનકારક સાબિત થઈ શકે છે.
બેટરી ચાર્જ :
જયારે તમે કારને સ્ટાર્ટ કરો છો ત્યારે એક લાઈટ દેખાય છે જે 1-2 સેકન્ડમાં જ બંધ થઇ જાય છે. જો આ લાઈટ સતત ચાલુ રહે તો તેનો મતલબ છે કે તમરી કારની કોઈ ઈલેક્ટ્રીકલ સીસ્ટમમાં પ્રોબ્લેમ છે.
ટાયર પ્રેશર:
ટાયર પ્રેશર મોનીટર લાઈટ, નામ પ્રમાણે જ આ લાઈટ ટાયરમાં હવાના પ્રેશર ઓછા થવા પર ચેતવણી આપે છે, મોટા ભાગે આ ટાયર પંચર હોવાની પણ જાણ કરે છે. જો ડ્રાઈવ કરતી વખતે તમને આ લાઈટ દેખાય તો ત્વરિત જ ટાયરને ચેક કરાવવું જોઈએ અને વાહન સાચવીને ચલાવવું જોઈએ .
કુલંટ વગર કારનું એન્જીન ખુબ ગરમ થઇ જાય છે. આ લાઈટ સામાન્યપણે એન્જીન ગરમ થવાની ચેતવણી આપે છે અને કુલંટની માત્રા ઓછી થવાનો પણ સંકેત આપે છે. આ સિવાય પણ એક સમસ્યા વધારે હેરાન કરતી હોય છે તે છે હેડ ગેસ કીટનું ફેઈલ થઈ જવું, જો આ લાઈટ દેખાય તો કારને તાત્કાલિક રોકીને સૌથી પહેલા મિકેનિકને બતાવવી જોઈએ જેનાથી તમે મોટી સમસ્યાને ટાળી શકશો અને સુરક્ષિત પણ રહી શકશો.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/qareLjN
0 Comments