
રેલ્વેની મુસાફરી તો તમે પણ કરતા જ હશો. શું તમે રેલ્વેની મુસાફરી દરમિયાન તમે કોચ એટલે કે તેના ડબ્બાના રંગ પર ધ્યાન આપ્યું છે? ટ્રેનના ડબ્બા મુખ્યત્ત્વે લાલ, લીલા અને વાદળી રંગના હોય છે. આ રંગોનો આધાર તેની ડીઝાઇન પર આધાર રાખે છે.
રેલ્વે કોચ કલર ફેક્ટ:
આપણામાંથી લગભગ દરેકે ક્યારેક તો રેલ્વેની મુસાફરી કરી જ હશે. રેલ્વેની મુસાફરી કરતી વખતે ઘણા વિચારો તમને પણ આવતા હશે. એવી ઘણી વાતો હશે રેલ્વે વિશેની જે કદાચ તમે પણ નહિ જાણતા હોવ .. આવી જ એક રોચક માહિતી છે તેના ડબ્બાના એટલે કે કોચના કલર વિશે. શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે કોચના ડબ્બાના કલર શું સૂચવે છે??? તે મુખ્ય ત્રણ કલરમાં હોય છે- લાલ, લીલો અને વાદળી.. શું તમને ક્યારેય એવો વિચાર આવે છે કે કેમ બધી ટ્રેનના ડબ્બાના રંગ એક જેવા નથી હોતા? રેલવેના કોચના રંગ અને ડીઝાઈન અલગ હોવા પાછળ અમુક રસપ્રદ કારણો રહેલા છે.
આસમાની રંગ:
આ રંગના ડબ્બા વધારે કોમ હોય છે અને મોટા ભાગે તમને ટ્રેનમાં આસમાની રંગના ડબ્બા જોવા મળશે. આ ડબ્બાઓને ઇન્ટિગ્રલ કોચ કહેવાય છે, ઇન્ટિગ્રલ કોચની ફેક્ટરી તમિલનાડુના ચેન્નાઈમાં આવેલી છે. આ ફેક્ટરી ભારતીય રેલ્વે અંતર્ગત જ કામ કરે છે અને એમાં જનરલ, એસી, સ્લીપર, ડેમુ અને મેમુના કોચ તૈયાર થાય છે. આ કોચ લોખંડના બનેલા હોય છે અને તેમાં એરબ્રેક લાગેલી હોયછે. આ કોચને મેલ, એક્સપ્રેસ અથવા સુપરફાસ્ટ ટ્રેનોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. જે ટ્રેનમાં આ ડબ્બા લાગેલા હોય છે તે ટ્રેનની ઝડપ 70 થી 140 કિલોમીટર પ્રતિ કલાકની હોય છે.
લાલ રંગ:
લાલ રંગના કોચ ખાસ પ્રકારના હોય છે. વર્ષ 2000માં જર્મીનીથી તેણે ભારત લાવવામાં આવ્યા હતા. લાલ રંગના કોચ ને LHB એટલે કે લિંક હોફમેન બુશ કોચ કહેવામાં આવે છે. તે એલ્યુમીનીયમના બને છે અને બાકી કોચની તુલનામાં તે વજનમાં હલકા હોય છે. LHB કોચ ધરાવતી ટ્રેનની ઝડપ 160 થી 200 કિમી પ્રતિ કલાકની હોય છે. આ કોચમાં ડિસ્ક બ્રેક લાગેલી હોય છે. આ કોચ મોટા ભાગે રાજધાની અને શતાબ્દી જેવી ટ્રેનોમાં લાગે છે. હાલમાં તે પંજાબમાં કપૂરથલામાં બનાવવામાં આવે છે.
લીલો અથવા ભૂરો રંગ:
લીલા રંગના કોચને ગરીબરથ ટ્રેનમાં ઉપયોગમાં લેવામાં આવે છે. જયારે, ભૂરા રંગના કોચનો ઉપયોગ મીટર ગેજની ટ્રેનમાં કરવામાં આવે છે. દરેક કોચના અલગ રંગ એ યાત્રીઓના મુસાફરીના અનુભવને સુખદ અન યાદગાર બનાવવા હેતુ પણ થાય છે. અમુક રેલ્વે ઝોનમાં તેમણે યાત્રીઓ માટે અલગ કલરના કોચનું પણ નિર્માણ કર્યું છે- જેમ કે, મધ્ય રેલ્વે ઝોનની અમુક ટ્રેનમાં ડબ્બા સફેદ, લાલ અને આસમાની રંગના હોય છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/CFvLyOR
0 Comments