ન્યૂયોર્ક,૨ ડિસેમ્બર,૨૦૨૨,શુક્રવાર 

. છેલ્લા કેટલાક વર્ષોથી સોલાર રિસર્ચ પર વૈજ્ઞાનિકો વિશેષ ધ્યાન આપી રહયા છે. એક ચૌકાવનારી માહિતી મુજબ સૂર્ય પર કેટલાક દિવસોથી વિશાળ કાળા ખાડા પડી રહયા છે. ખીણ જેવા લાગતા આ ખાડા કોઇ સામાન્ય ખાડા નથી પરંતુ તેમાં પૃથ્વી સમાઇ જાય તેવડા છે. તેની અંદર સોલાર ફલેમ આફતનું કારણ બની શકે છે. વૈજ્ઞાાનિકોેને આ વિશાળ ખાડા તાજેતરમાં જ ધ્યાનમાં આવ્યા છે. આની અસર આવનારા બે દિવસમાં પૃથ્વી પર પડે તેવી શકયતા છે. 

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ ખાડાને કોરોનલ હોલ કહેવામાં આવે છે. જે સૂર્યની વચ્ચો વચ્ચ જોવા મળે છે. સૂર્યની ઉપરના વાયુમંડળમાં ઇલેક્ટ્રીફાઇડ ગેસ એટલે કે પ્લાઝમાનું તાપમાન ઘટે ત્યારે બને છે. જો કે આ બીજી જગ્યાની સરખામણીમાં ઘાટા હોવાથી કાળા રંગના દેખાય છે. દૂરથી જોતા સૂર્યમાં વિશાળ ખાડા પડી ગયા હોય તેમ જણાય છે.  ખાડાની આસપાસ સૂર્યની ચૂંબકિય રેખાઓ મજબૂત બની જાય છે. આથી તેની અંદર રહેલા સૌર પદાર્થો ઝડપથી બહાર નિકળી જાય છે. હાલમાં આ ખાડામાંથી સૌર તોફાન બહાર નિકળી રહયું છે. તેની ગતિ ૨.૯૦ કરોડ કિમી પ્રતિ કલાકની છે. 


આ લહેરમાં ઇલેકટ્રોન્સ, પ્રોટોન્સ અને આલ્ફા પાર્ટિકલ્સ નિકળે છે જેને પૃથ્વીની ચૂંબકિય શકિત શોષી લે છે. આ શોષણ પ્રક્રિયા દરમિયાન સૌર પાર્ટિકલ અને પૃથ્વીના ચૂંબકિય ક્ષેત્ર વચ્ચે કલેશ થાય છે જેને જિયોમેગ્નેટિક સ્ટેર્મ કહેવામાં આવે છે. પૃથ્વીના બંને ધૃવો પર વાયુમંડળ પાતળું હોય છે. અહીંથી સૌર પાર્ટિકલ વાયુમંડળને ચીરીને અંદર આવી જાય છે. આથી રંગબેરંગી પ્રકાશ દેખાય છે જેને નોર્ધન લાઇટસ કહેવામાં આવે છે. હાલમાં એક મોટું સોર તોફાન પૃથ્વી તરફ આવી રહયું છે. આ એક જી -૧ જિયોમેગ્નેટિક સ્ટ્રોમ છે જેનાથી ખાસ ખતરો હોતો નથી.


જો કે પાવર ગ્રીડ અને કેટલાક સેટેલાઇટ પર અસર પડી શકે છે. અમેરિકા મિશિગન અને યુરોપ તરફ નોર્ધન લાઇટસનું નિર્માણ થઇ શકે છે. સામાન્ય રીતે સૌરમંડળથી નિકળતા તોફાનને પૃથ્વી સુધી આવવામાં ૧૫ થી ૧૮ કલાક જેટલો સમય લાગે છે. જો કે આ અતિ તિવ્ર નથી પરંતુ નબળુ હોવાથી પૃથ્વી સુધી પહોંચતા ૨૪ થી ૩૦ કલાક લાગશે.

હાલમાં સૂર્યનું ૧૧ વર્ષનું સાઇકલ શરુ થયું છે તેની શરુઆત ૨૦૧૯ના અંતમાં થઇ હતી. આથી સૂર્ય પરનું શાંત વાતાવરણ તોફાની બન્યું છે. આ સૌર સાયકલ અંગે ઇસ ૧૭૭૫માં જાણવા મળ્યુ હતું ત્યારથી તેના પર અવકાશ વિજ્ઞાાનીઓ નજર રાખતા રહયા છે. અમેરિકાની સ્પેસ એજન્સી નાસાના જણાવ્યા અનુસાર આ સૌર ઉર્જાની શકિત એક મેગાટન તાકાત ધરાવતા ૧૦૦૦ કરોડ એટમ બોમ્બ જેટલી છે.




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/vicMgdT