નવી દિલ્હી, તા. 07 ડિસેમ્બર 2022 બુધવાર

મંગળ ગ્રહ વિશે કહેવામાં આવે છે કે તેના આંતરિક ભાગ પૃથ્વીની જેમ સક્રિય નથી તેથી તેનું પોતાનુ કોઈ મેગ્નેટિક ફીલ્ડ નથી. એટલુ જ નહીં તેની અંદર આંતરિક ગતિવિધિઓ પણ થતી નથી એવુ માનવામાં આવી રહ્યુ હતુ. પરંતુ છેલ્લી અમુક જુદી-જુદી શોધ દ્વારા વૈજ્ઞાનિકોએ જાણ્યુ કે ભૂગર્ભીય સક્રિયતાના સંકેત જેવા કે જ્વાળામુખી ગતિવિધિના સંકેત, ભૂકંપીય ગતિવિધિ વગેરે મળ્યા છે જેણે વૈજ્ઞાનિકોને ભ્રમિત કરી રાખ્યા હતા. 

નવા અધ્યયને મંગળ ગ્રહની આંતરિક ગતિવિધિઓ વિશે ખુલાસો કરતા નવી શોધ કરી છે જે આ લાલ ગ્રહ વિશે ઘણી ધારણાઓ બદલવાનુ કામ કરી શકે છે. 


શુ શોધ કરી છે

વૈજ્ઞાનિકોએ મંગળના એલિસિયમ પ્લેનિટિયા નામના એક વિશાળ મેદાનની નીચે મેંટલમાં 4 હજાર કિલોમીટર પહોળા સંવહન બલૂનની શોધ કરી છે જે ઓગળેલુ મેગ્મા સપાટી તરફ વહી રહ્યુ છે. આનાથી મંગળના વર્તમાન જ્વાળામુખી ગતિવિધિઓના રહસ્યનો ખુલાસો થતો જોવા મળી રહ્યો છે જેના અમુક પ્રકારના પ્રમાણ વૈજ્ઞાનિકોને છેલ્લા અમુક વર્ષોથી જોવા મળતા રહ્યા છે. 

ક્યાં છે સક્રિયતા

ગ્રહોના ભૂ-ભૌતિકશાસ્ત્રીએ જણાવ્યુ કે તેમના પરિણામ દર્શાવે છેકે મંગળ આજે પણ ભૂગતિકીય રીતે સક્રિય છે અને આનાથી જાણ થાય છે કે મંગળ પર જ્વાળામુખીનુ કારણ હેસ્પિયન જ્વાળામુખી પ્રાંતો ઔરપ થાર્સિસમાં નિર્મિત મેંટલના બલૂન છે. જે આજના એલિસિયમ પ્લેટીનિયાનો ઈતિહાસ છે. 



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/XiSuDca