- નાસાએ મંગળની સંરચનાને સમજવા અને ગ્રહ ટેક્ટોનીકલી કેટલો સક્રિય છે એ જાણવાનું કામ ઇનસાઇટ લેંડરને આપ્યું હતું.

નવી દિલ્હી,તા.21 ડિસેમ્બર 2022,મંગળવાર

અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાનાં મંગળ ઇનસાઇટ લેંડર તેના છેલ્લા શ્વાસ લઇ રહયું છે. લેંડરને ધરતી પર એક  ભાવુક સંદેશ મોકલીને કહ્યું કે, તેની તાકાત ઓછી થઇ રહી છે. નાસા ઇનસાઇટ લેંડરના ટ્વિટર હેન્ડલથી કરાયેલા ટ્વીટમાં એક મંગળની એવી તસવીર મોકલતા કહેવામાં આવ્યું છે કે, મારી તાકાત ખરેખર ઓછી થઇ રહી છે, તેથી આ કદાચ મરા દ્વારા મોકલવામાં આવેલી છેલ્લી તસ્વીર છે.જોકે મારી ચિંતા ન કરતા, અહીં મારો સમય સુંદર રહ્યો છે. મારી સાથે જોડાયેલા રહેવા બદલ ધન્યવાદ.

આ ટ્વીટ સાથે માનવામાં આવે છે કે નાસાનું ચાર વર્ષનું આ મિશન પૂર્ણ થઇ શકે છે. નાસાએ નવેમ્બરમાં જાણકારી આપી હતી કે લેંડરની પરત પર ધૂળ જામી ગઇ છે. જેણે લેંડરની બધી ઊર્જા સોષી લીધી છે.

મંગળ પર પગ રાખતાં જ આ ઇનસાઇટર લેંડરે આ લાલ ગ્રહની ઘણી  બધી તસવીરો મોકલી છે. એણે જે જાણકારી મોકલી છે, તેનાથી મંગળની અંદરના હિસ્સાઓને લઇને વૈજ્ઞાનિકોની સમજણ બદલાઇ છે. જેના કારણે ભવિષ્યમાં મંગળ મિશન નવી સમજની સાથે થશે.

2018માં મંગળ પર પગ રાખનાર ઇનસાઇટ લેંડર પોતાનું કામ બરાબર નિભાવ્યું છે. નાસાએ મંગળની સંરચનાને સમજવા અને ગ્રહ ટેક્ટોનીકલી કેટલો સક્રિય છે એ જાણવાનું કામ ઇનસાઇટ લેંડરને આપ્યું હતું.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/RIVlAmB