નવી દિલ્હી,તા.22 ડિસેમ્બર 2022,ગુરૂવાર

આજકાલ લગભગ દરેક લોકો દરેક કામ માટે ગૂગલનો સહારો લે છે. કંઇ પણ કરતાં પહેલા તેની ખાતરી કરવા માટે ગૂગલ સર્ચ કરી લેતા હોય છે. ગૂગલ પર “ how to” સર્ચ કરવું ટ્રેન્ડ બની ગયું છે. ગૂગલ તરફથી જાહેર કરવામાં આવેલા 2022માં યર ઇન સર્ચ 2022 રીપોર્ટમાં how to file ITR online સૌથી વધુ સર્ચ કરવામાં આવતું વાક્ય બની ગયું છે. અને ભારતમાં તે ટોપ પર ટ્રેન્ડ કરે છે.  

31 જુલાઇ ઇનકમ ટેક્સ રીટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ હતી. આયકર વિભાગનાં  કહેવા પ્રમાણે 6,99,87,701 લોકોએ 2022-23 માટે ઇનકમ ટેક્સ જમા કરાવી ચૂક્યા છે, જેમાં 6.62 કરોડ આઇટીઆર પ્રોસેસ થઇ ચુક્યા છે. મોટે ભાગે લોકો ઓનલાઇન પેમેન્ટ કરતાં થયા છે. આથી તેની પધ્ધતિ જાણવા માટે આ વાક્ય વારેવાર સર્ચ કરવામાં આવી રહ્યુ હતું.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/MRBtL4i